અમદાવાદ: સરદાર પટેલ નેશનલ મેમોરિયલ હોલ ખાતે પ્રદેશ ભાજપના મેડિકલ સેલ (Bjp medical shell)નો સ્વાસ્થ્ય પ્રશિક્ષણ શિબિરનો ઉદ્ઘાટન સમારોહ (Health training inauguration) યોજાયો હતો. જેમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, કેન્દ્રીય પ્રધાન મહેન્દ્ર મુંજપરા, ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ભારતીબેન શિયાળ, સાંસદ ડોક્ટર કિરીટ સોલંકી વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
ચૂંટણી નજીક આવત અમારી ભૂલો બતાવાશે
મુખ્યપ્રધાને (CM patel at health training program) આ સમારોહમાં પોતાની મનની વાત લોકોને જણાવતાં કહ્યું હતું કે, રાજ્યની વિધાનસભાની ચુંટણી (Gujarat Assembly election 2022)ઓ નજીક આવી રહી છે. જેથી સરકારની ભૂલ વારંવાર બતાવવા પ્રયાસ થશે, પરંતુ અમે કામ કરતા રહ્યા છીએ, અને કામ કરતા રહીશું. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સરકારને 100 દિવસ પૂર્ણ થયા છે.
ત્રીજી લહેરને લઈને રાજ્ય સરકાર તૈયાર: મુખ્યપ્રધાન
રાજ્યમાં કોરોનાના કુલ કેસો 01 હજારની પાર પહોંચ્યા છે. જેમાં વધારો થવાની શક્યતા છે, ત્યારે મુખ્યપ્રધાને ડોક્ટરોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે, કોરોના કાળમાં કોવિડના દર્દીઓને સાજા કરવામાં ડૉક્ટરોનો અમૂલ્ય ફાળો છે. રાજયમાં કોરોનાના કેસ વધી રહ્યા છે, પરંતુ નિષ્ણાંતોના મત પ્રમાણે કોરોનાની ત્રીજી લહેર ઘાતક સાબિત નહીં થાય. છત્તા લોકોએ સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે. રાજ્ય સરકારે ત્રીજી લહેરને પહોંચી વળવા તૈયારીઓ કરી દીધી છે. રાજ્યની અનેક હોસ્પિટલોમાં ઓક્સિજન પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે.
પ્રાકૃતિક ખેતી પર ભાર
મુખ્યપ્રધાને પોતાના વક્તવ્યમાં વડાપ્રધાન મોદીએ ખેડૂતોને આપેલા પ્રાકૃતિક ખેતીના આ મંત્રનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે, પ્રાકૃતિક ખેત પેદાશો વાપરવાથી રોગો દૂર રહે છે. પ્રાકૃતિક ખેતી થકી ખેડૂતોની આવકમાં પણ વધારો થયો છે. આમ પ્રાકૃતિક ખેતીથી ખેડૂત અને ઉપભોક્તા એમ બંનેને ફાયદો છે.
આ પણ વાંચો:Surat Stuntman in Jail: રસ્તે બન્યા ખલનાયક, તો પોલીસ મથકમાં હાથ જોડતા સ્ટંટબાઝ
આ પણ વાંચો:Rajkot Vaccination Drive: બાળકો ભણાવા હોય તો પહેલા પોતે વેક્સિન મુકાવો...