અમદાવાદ : ગુજરાતમાં ડિસેમ્બરમાં યોજાનારી વિધાનસભા (Gujarat Assembly Election 2022) ચૂંટણી પૂર્વે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ સાથે પાટીદાર અગ્રણીઓની બેઠક થઈ છે. જેમાં તાજેતરમાં પાટીદાર સંસ્થાના સામાજિક અગ્રણી નરેશ પટેલના રાજકારણ પ્રવેશને લઈને ગરમાવો રહ્યો હતો. જોકે છેવટે નરેશ પટેલે વડીલોની વાત માનીને રાજકારણમાં પ્રવેશ કરવાનું ટાળ્યું હતું. જેને લઈને પાટીદાર અગ્રણીઓની બેઠક મુખ્યપ્રધાનના નિવાસસ્થાને બેઠક મળી હતી. આ બેઠક પહેલા સાતમી જુલાઈના રોજ મળવાની હતી પણ છેલ્લી ઘડીએ આ બેઠક રદ થઈ હતી. આ બેઠકમાં આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના નેજા હેઠળ મળવા જઈ રહી છે. તેમાં પાટીદાર અગ્રણીઓ સમાજને લગતા પ્રશ્નોની મુખ્યપ્રધાન સાથે ચર્ચા કરી હતી.
આંતરરાષ્ટ્રીય પાટીદાર ફેડરેશનના આગેવાનો પહોંચ્યા CM નિવાસસ્થાને કેમ જૂઓ ક્યાં વિષય પર ચર્ચા : ઘણા સમયથી પાટીદાર સમાજ અને સંસ્થાઓ એક જ સૂરે અનામત (CM meeting Patidar Leaders) આંદોલન દરમિયાન થયેલા કેસ સરકાર પરત ખેંચે અથવા તો સરકાર આ અંગેની કાર્યવાહીમાં નરમ વલણ અપનાવે તેવા પ્રયત્ન કરી રહી છે. જોકે ભાજપના પાટીદાર ધારાસભ્યો અને સાંસદો પણ આ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરી ચૂક્યા છે. તેથી ચૂંટણી પહેલા આ બેઠક મહત્વની માનવામાં આવી રહી છે. આ બેઠકમાં પાટીદાર અનામત આંદોલન કેસ સહિતના મુદ્દા પર ચર્ચા થઈ હતી. ગુજરાતમાં 15 ટકા વસ્તી ધરાવતો પાટીદાર સમાજ રાજ્યના રાજકારણમાં ખાસ્સુ મહત્વ ધરાવે છે. રાજ્યમાં OBC સમાજની વસ્તી 40 ટકા છે. પરંતુ રાજકીય વર્ગ અને પ્રભાવની વાત આવે ત્યારે પાટીદારો આગળ કોઈ ટકતું નથી. જેમાં સમગ્ર સમાજ ચૂંટણીમાં એક થઈ મત આપે છે.
આ પણ વાંચો :નરેશ પટેલના રાજકીય પ્રવેશના નિર્ણય અંગે PAASએ કહ્યું- જે થયું એ...
મુખ્યપ્રધાન સાથે મિટિંગના મહત્વના મુદ્દાઓ - આ બેઠકમાં મુખ્યપ્રધાન સાથે પાટીદાર આગેવાનોએ બિન અનામત આયોગ અને નિગમમાં સવર્ણ સમાજને થઇ રહેલા અન્યાય અંગે ચર્ચા, બિન અનામત આયોગ અને નિગમની હાલની 500 કરોડની ગ્રાન્ટ વધારવા બાબત, સવર્ણ સમાજના વિદ્યાર્થીઓને મળતી વિદેશ લોનની રકમ વધારીને 25 લાખ કરવા બાબત, બિન અનામત આયોગ અને નિગમને શિક્ષણ વિભાગમાં સમાવેશ કરવા બાબત અને બિન અનામત નિગમની તમામ સહાયમાં સહાયની રકમ 30,000 કરવા બાબત (Patidar Demand) ચર્ચા સામે આવી રહી છે.
મુખ્યપ્રધાન સાથેની મિટિંગના હાજર રહેનાર સંસ્થાઓ -વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જાસપુર અમદાવાદ, સમસ્ત પાટીદાર સમાજ સુરત, ઉમિયા માતાજી મંદિર ટ્રસ્ટ સિદસર, ખોડલધામ ટ્રસ્ટ કાગવડ, અન્નપુર્ણાધામ અડાલજ ગાંધીનગર, ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા અને ધરતી વિકાસ મંડળ નારણપુરા અમદાવાદની (Patidar Leaders Discuss with CM) વિગતો પ્રાપ્ત થઈ રહી છે.
આ પણ વાંચો :સરકાર માત્ર આશ્વાસન ન આપે પરંતુ જે વાત કરવામાં આવે છે તેને કાર્યાન્વિત કરે : પાસ નેતા અલ્પેશ કથીરિયા
પાટીદાર સમાજનું રાજકીય વલણ - 2012ની વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યમાં કુલ 182 વિધાનસભ્યોમાંથી 50 વિધાનસભ્યો પાટીદાર હતા. પાટીદાર આંદોલન બાદ સમીકરણ બદલાતા કોંગ્રેસની પાટીદાર સીટોમાં વધારો થયો હતો. 2017માં ભાજપના 28 અને કોંગ્રેસના 20 પાટીદાર વિજયી બન્યા હતા. આમ, 2017માં ભાજપમાં આઠ પાટીદાર સભ્યોનો ઘટાડો થયો હતો. જ્યારે કોંગ્રેસના વિજેતા થયેલા 20 પાટીદાર ધારાસભ્યોમાં 11 જ પાટીદાર વિધાનસભ્યો કોંગ્રેસના હતા. હાલમાં ભાજપના 44 વિધાનસભ્યો ત્રણ કડવા અને ત્રણ લેઉઆ પટેલ સાંસદો અને રાજ્યસભાના ત્રણ વિધાનસભ્યો પાટીદાર સમાજના છે. હવે રાજ્યમાં ત્રીજા વિકલ્પ તરીકે આમ આદમી પાર્ટી પગ ફેલાવી રહી છે, ત્યારે પાટીદાર સમાજ તેના તરફ કેવું (Patidar seats in elections) વલણ અપનાવે છે તેના પર પણ બધાની નજર છે.