- ભારતના ઇતિહાસમાં ખાદીની છે ગૌરવવંતી ગાથા
- ખાદી દરેક વ્યક્તિને શીખવે છે સ્વાવલંબન
- મુખ્યપ્રધાન દર વર્ષે બાપુના જન્મદિવસે ખરીદે છે ખાદી
અમદાવાદ :સમગ્ર દેશ આજે શનિવારે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 152મી જન્મજયંતી (Mahatra Gandhi Jayanti) ઉજવી રહ્યો છે. બાપુએ હંમેશા સ્વાવલંબનને સૌથી વધુ મહત્વ આપ્યું છે. આ માટે બાપુને બ્રિટિશ કાપડનો બહિષ્કાર કરવા અને ખાદીને અપનાવવાનો સંદેશ પાઠવ્યો હતો. ભારતની આઝાદીમાં આજે પણ ચરખાનો મહત્વ ભૂલી શકાય તેમ નથી, આજ મહત્વને ધ્યાનમાં લઇને રાજ્યના મુખ્યપ્રધાન ( CM Bhupendra Patel)દર વર્ષે 2જી ઓક્ટોબર ગાંધી જયંતીના દિવસે ખાદીની ખરીદી કરે છે.
મુખ્યપ્રધાને શૂટિંગ, શર્ટિંગ અને કોટી ખરીદી
મીડિયા સાથે વાત કરતા યશ ખાદી શો રૂમના વેપારી સંજય શાહે જણાવ્યું હતું કે, "ભુપેન્દ્રભાઈ પટેલ છેલ્લા 5 વર્ષથી એટલે કે જ્યારથી તેઓ ઔડાના ચેરમેન હતા, એ બાદ 3 વર્ષથી તેઓ ધારાસભ્ય છે, ત્યારથી તેઓ અહીંથી ખાદી ખરીદે છે. આજે પણ તેમણે શૂટિંગ, શર્ટિંગ અને કોટી ખરીદી હતી. મહત્વનું છે કે, આજે શનિવારે ભુપેન્દ્ર પટેલે અહીંથી 2500 રૂપિયાની કોટી ખરીદી હતી.