ગુજરાત

gujarat

ETV Bharat / city

આમ આદમી પાર્ટી કાઢશે પરિવર્તન યાત્રા, જાણો સંપૂર્ણ કાર્યકર્મ - ગુજરાતમાં મનીષ સિસોદિયા પરિવર્તન યાત્રા

દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા 6 દિવસ સુધી (Arvind Kejriwal Gujarat visit) ગુજરાતનો પ્રવાસ ખેડશે. આ પ્રવાસમાં હવે તો બસ પરિવર્તન જોઈએ (parivartan yatra in Gujarat) યાત્રા કરીને અલગ અલગ સ્થળે સભા યોજાશે.

હવે તો બસ પરિવર્તન જોઈએ, દિલ્હીથી AAPના નેતાઓ ફરી ગુજરાતના પ્રવાસે
હવે તો બસ પરિવર્તન જોઈએ, દિલ્હીથી AAPના નેતાઓ ફરી ગુજરાતના પ્રવાસે

By

Published : Sep 21, 2022, 9:38 AM IST

અમદાવાદ ગુજરાત વિધાનસભા ચૂંટણી હવે ગણતરીના મહિના બાકી રહ્યા છે. જેને લઈ તમામ રાજકીય પાર્ટી બાદ હવે ફુલ ફોર્મમાં જોવા મળી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ પંજાબમાં ભવ્ય જીત બાદ હવે ગુજરાતમાં (Arvind Kejriwal Gujarat visit) સરકાર બનાવવા માટે તમામ મોરચે પ્રયાસ કરી રહી છે. જેને લઈને ફરી એકવાર દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા ગુજરાતના (parivartan yatra in Gujarat) પ્રવાસે આવી રહ્યા છે. (Manish Sisodia parivartan yatra in Gujarat)

હવે તો બસ પરિવર્તન જોઈએ યાત્રા

6 દિવસનો પ્રવાસ રાજ્યમાં નેતાઓના પ્રવાસ વધી રહ્યા છે. ત્યારે આ વખતે ગુજરાતમાં ત્રીપાખંયા જંગને લઈને પણ જનતામાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જેને લઈને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયા આવતીકાલથી 6 દિવસ ઉત્તર ગુજરાતનો પ્રવાસ ખેડશે. જેમાં ગુજરાતમાં હવે પરિવર્તન જોઈએ યાત્રા કરશે. તો સાથે સાથે વિવિધ અલગ અલગ જગ્યા પર સભા સંબોધન કરીને જનતાનેરીઝવશે. ઉલ્લેખનીય છે કે, ચૂંટણીને લઈને ભાજપ પણ કોઈ કસર છોડતું નથી, પરંતુ કોંગ્રેસના માત્ર મીડિયા સમક્ષ આવીને સરકાર પર પ્રહાર કરે છે અને જનતા વચ્ચે મહંદશે જોવા મળે છે. (Manish Sisodia Gujarat visit)

AAPના નેતાઓ ફરી ગુજરાતના પ્રવાસે

ગાંધી આશ્રમ મુલાકાત બાદ યાત્રામનીષ સિસોદિયા સવારે 10:30 વાગ્યે મહાત્મા ગાંધી આશ્રમ ખાતે દર્શન કરીને હવે તો બસ પરિવર્તન જોઈએ યાત્રાનો આરંભ કરશે. તેઓ બપોરે 2 વાગે વાગ્યે હિંમતનગર ખાતે યોજાનાર તિરંગા યાત્રામાં ભાગ લેશે. તેમજ સાંજે 5 વાગે તલોદ ખાતે જનસભાને સંબોધિત કરશે. તો બીજી તરફ સાંજે 8 વાગે પ્રાંતિજ ખાતે જનસભાને સંબોધિત કરશે. parivartan yatra in Gujarat, aap parivartan yatra in Gujarat

ABOUT THE AUTHOR

...view details