ગુજરાત

gujarat

ETV Bharat / city

FIRE NOC: અમદાવાદની 95 હોસ્પિટલને ક્લોઝર નોટિસ અપાઈ - અમદાવાદ ન્યુઝ

ફાયર બ્રિગેડ વારંવાર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ એકમો સામે ઝૂંબેશ ચલાવી રહ્યું છે. છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા આજ સુધી ફાયર NOC મેળવવાની તસદી લેવાઇ નથી. ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાએ 95 જેટલી હોસ્પિટલો પાસે સાત દિવસમાં NOC ન હોય તો હોસ્પિટલ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું.

FIRE NOC
FIRE NOC

By

Published : Jul 24, 2021, 12:47 PM IST

  • મનપાએ ફાયર સેફ્ટી મુદ્દે 95 હોસ્પિટલને આપી ક્લોઝર નોટિસ
  • ફાયર સેફ્ટીની NOC ન ધરાવતી હોય તેવી હોસ્પિટલને અપાઈ નોટિસ
  • સાત દિવસમાં NOC મેળવી લેવા અપાયું અલ્ટીમેટમ

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટી મુદ્દે સુનાવણી હાથ ધરતા તંત્ર એકાએક હરકતમાં આવ્યું છે. મહત્વનું છે કે, ગુજરાત અગ્નિ નિવારણ અને જીવન સુરક્ષા ઉપાય વિષયક અધિનિયમ-2013 અંતર્ગત શહેરમાં આવેલી 95 હોસ્પિટલ કે જેમણે અગ્નિશમન માટેની વ્યવસ્થા ન કરી હોય તેમને મહાનગરપાલિકાએ ક્લોઝર નોટિસ પાઠવી છે. ક્લોઝર નોટિસ મનપાએ જણાવ્યું છે કે, જો એક અઠવાડિયામાં હોસ્પિટલ NOC ન લે તો હોસ્પિટલ સરકારી પાણી ગટરના જોડાણ કાપી દેવામાં આવશે.

ફાયર NOC મેળવવાની તસવીર લેવાઇ નથી

છેલ્લા કેટલાક સમયથી ફાયર બ્રિગેડ વારંવાર હોસ્પિટલ તેમજ કોમર્શિયલ એકમો સામે ઝૂંબેશ ચલાવી રહ્યું છે. છતાં પણ કેટલીક હોસ્પિટલો દ્વારા આજ સુધી ફાયર NOC મેળવવાની તસદી લેવાઇ નથી. ગઈકાલે અમદાવાદ મહાનગરપાલિકાએ 95 જેટલી હોસ્પિટલો પાસે સાત દિવસમાં NOC ન હોય તો હોસ્પિટલ બંધ કરવા અલ્ટીમેટમ આપ્યું હતું. મનપાએ નોટિસમાં જણાવ્યું છે કે, હોસ્પિટલમાં દાખલ દર્દીઓને 7 દિવસમાં અન્ય જગ્યાએ ખસેડી લેવા પડશે અને જો સાત દિવસમાં હોસ્પિટલનો વપરાશ બંધ ન કરવામાં આવે તો સીલીંગની કામગીરી કરવામાં આવશે. તથા પાણી ગટર અને વીજ જોડાણ પણ કાપવામાં આવશે.

આ પણ વાંચો:Fire Safety: જૂનાગઢમાં ફાયર સેફ્ટીના નિયમોનું પાલન ન કરતી 74 શાળા પાસે શિક્ષણ વિભાગે ખૂલાસો માગ્યો

ગુજરાત હાઈકોર્ટે ફાયર સેફ્ટી ન હોય તેવા એકમો સામે પગલાં લેવા મનપાને આદેશ કર્યો હતો

હોસ્પિટલમાં ગંભીર બેદરકારીને કારણે લાગતી આગ મામલે થયેલી સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે મહાનગરપાલિકાઓને એવા એકમો કે જેમણે ફાયર સેફ્ટી ન લીધી હોય તેમની સામે પગલા લેવા જણાવ્યું હતું. છેલ્લા કેટલાક સમયથી શહેરમાં આ મામલે મનપાએ કાર્યવાહી કરી હતી. આ સાથે 95 હોસ્પિટલોને મનપાએ 7 દિવસમાં બંધ કરવાનું અલ્ટિમેટમ આપ્યું છે.

આ પણ વાંચો:અપૂરતા Fire Safety સંસાધનો હોવાથી Surat Fire Department દ્વારા 18 હોસ્પિટલ્સ સીલ કરાઈ

ફાયર NOC મેળવી લેવા બિલ્ડિંગના માલિક અથવા કબજેદારને નોટિસ પાઠવવામાં આવી

મનપાએ જાહેર કરેલી એક પ્રેસનોટમાં જણાવ્યું છે કે, ફાયર વિભાગે શહેરમાં વિવિધ શાળાઓ હોસ્પિટલો અને કોમર્શિયલ બિલ્ડિંગમાં ચકાસણી કરી છે. ચકાસણી દરમિયાન ફાયર NOC મેળવી લેવા બિલ્ડિંગના માલિક અથવા કબજેદારને નોટિસ પાઠવવામાં આવી છે. આ નોટિસની સમય મર્યાદા પૂર્ણ થયા બાદ અને પૂરતો સમય આપવા છતાં 95 હોસ્પિટલ દ્વારા ફાયર NOC મેળવી લેવા તજવીજ હાથ ધરવામાં આવી નથી. જેના કારણે હોસ્પિટલોને ક્લોઝર નોટિસ પાઠવવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details