- રાજ્યમાં ધોરણ 10 અને 12 બાદ 9 અને 11ના વર્ગો શરૂ
- સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી
- આગામી દિવસોમાં વિદ્યાર્થીઓની સંખ્યા વધશે
અમદાવાદઃ રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ-12 ના વર્ગો બાદ ધોરણ-9 અને ધોરણ-11 ના વર્ગો શરૂ કરાયા છે. જોકે, હજુ પણ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં કોરોનાનો ડર હોય તેવું લાગી રહ્યું છે. કેમકે કેટલીક સ્કૂલોમાં વિદ્યાર્થીઓની પાંખી હાજરી જોવા મળી હતી.
રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગો શ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે ખાસ વ્યવસ્થા
સ્કૂલોમાં સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વિદ્યાર્થીઓની અલગ-અલગ બેચ બનાવવામાં આવી છે. જ્યારે કેટલાક વિદ્યાર્થીઓ ઓનલાઈન અભ્યાસ કરવાનું પસંદ કરી રહ્યા છે. સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને સૂચના આપવામાં આવી છે કે, કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. વિદ્યાર્થીઓનું થર્મલ ગનથી તાપમાન માપવામાં આવે છે.
રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગો શ સ્કૂલો દ્વારા વિદ્યાર્થીઓના હિતને લઈને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી
અમદાવાદમાં સ્કૂલોમાં વિદ્યાર્થીઓની 30 ટકા જ હાજરી જોવા મળી હતી. એટલે કહી શકાય કે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં હજુ પણ કોરોનાનો ડર જોવા મળી રહ્યો છે. સ્કૂલ દ્વારા પણ વિદ્યાર્થીઓના હિતને લઈને તમામ પ્રકારની સાવચેતી રાખવામાં આવી રહી છે.
રાજ્યમાં ધોરણ-9 અને 11ના વર્ગો શરૂ