- રાજ્યમાં ઓફલાઇન શિક્ષણ શરૂ
- ધોરણ 12 બાદ ધોરણ 9 થી 11 નું પણ ઓફલાઇન શિક્ષણ શરૂ
- હાલ ઓડ- ઇવન પ્રમાણેે વિદ્યાર્થીઓને બોલાવવામાં આવે છે
અમદાવાદ: રાજ્યમાં ધોરણ 12 માટે સ્કૂલ શરૂ કરવામાં આવી છે. ત્યારે સ્કૂલ શરૂ થયા બાદ સ્કૂલ સંચાલકોની માંગણી પ્રમાણે સરકાર દ્વારા 9 થી 11ના વર્ગ શરૂ કરવાની પણ પરવાનગી આપી છે. 26 જુલાઈથી 9 થી 11ના વર્ગ શરૂ થશે. ત્યારે આ વિદ્યાર્થીઓને પણ ધોરણ 12ના વિદ્યાર્થીઓની જેમ જ ઓડ ઈવન પદ્ધતિથી ભણાવવામાં આવશે. 50 ટકા કેપેસિટી સાથે વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે.
ધોરણ 9 થી 11 ના વિદ્યાર્થીઓ માટે પણ ઓડ-ઇવન પદ્ધતી લાગુરાજ્યમાં અત્યારે ધોરણ 12ના વર્ગમાં કુલ વિદ્યાર્થીઓના 50 ટકા વિદ્યાર્થીઓની કેપેસિટી સાથે ભણાવવામાં આવી રહ્યા છે. જ્યારે અન્ય 50 ટકાને બીજા દિવસ બોલાવવામાં આવે છે એટલે કે એક વિદ્યાર્થી જે દિવસે આવે તેના બીજા દિવસે વિદ્યાર્થીને આવવાનું રહેતું નથી, બીજા દિવસે અન્ય વિદ્યાર્થીઓ આવે છે જે બાદ ત્રીજા દિવસે ફરીથી પહેલાં દિવસે આવેલ વિદ્યાર્થીઓએ ભણાવવામાં આવે છે. ઓડ ઈવન પદ્ધતિથી વિદ્યાર્થીઓને ભણાવવમાં આવી રહ્યા છે ત્યારે આ પદ્ધતિથી જ 9 થી 11 ના વિદ્યાર્થીઓને ભાણવવામાં આવશે.