અમદાવાદ: ગુજરાત હાઇકોર્ટે પેન્શન (pension in gujarat for teachers) મામલે એક મહત્વપૂર્ણ આદેશ કર્યો છે. 80 વર્ષથી ઉપરના નિવૃત્ત શિક્ષકોને (Retirement Benefits For Gujarat Teachers) મળવાપાત્ર લાભોથી વંચિત રાખવા બાબતે ગુજરાત હાઇકોર્ટે મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી (Primary Education Officer Mehsana District)ની આકરા શબ્દોમાં ઝાટકણી કાઢી છે. ચીફ જસ્ટિસની ખંડપીઠે આ બાબતની ગંભીરતાથી નોંધ લેતા મહેસાણા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સામે પગલા લેવા કહ્યું છે.
2015માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી-વર્ષ 1995માં 3 શિક્ષક નિવૃત્ત (retired teacher pension in india) થયા હતા. તેમને ઉચ્ચ પગાર ધોરણ ન મળતા વર્ષ 2015માં ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી હતી. જે અંગે વર્ષ 2018માં હાઈકોર્ટે શિક્ષકોની તરફેણમાં હુકમ કરતા મળવાપાત્ર લાભ આપવા કહ્યું હતું. હાઇકોર્ટનો હુકમ છતાં આ લાભ ચૂકવવામાં ન આવતા કોર્ટના આદેશના તિરસ્કારની અરજી કરવામાં આવી હતી.
આ પણ વાંચો:એક ગર્ભવતીને હોસ્પિટલની બહાર કાઢી મૂકી, પીડામાં બહાર જ ડિલિવરી થઈ ગઈ : અરજદાર