● અમદાવાદમાં અનેક શરણાર્થી
● શરણાર્થીઓ ભારતના નાગરિકત્વ મેળવવા આતુર
● નાગરિકતા મેળવાવાની લીગલ પ્રોસીઝર બની ઝડપી
અમદાવાદઃ ભારતની નાગરિકતા (Citizenship to Refugees) મેળવવા બંધારણીય પ્રક્રિયા અનુસરવી પડે છે. જે મુજબ ભારતમાં જે-તે સ્થળે સતત સાત વર્ષ રહેવું જરૂરી છે. ત્યારબાદ અરજીકર્તા શરણાર્થીઓની સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા યોગ્ય ચકાસણી બાદ સ્વીકારપત્ર એનાયત કરાય છે. જેના આધારે બાકીના જરૂરી પુરાવા રજૂ કરીને જિલ્લા કલેકટર કચેરી (Ahmedabad collector ) દ્વારા નાગરિકતાપત્ર (Indian citizenship) અપાય છે.
2016થી અત્યાર સુધીની સ્થિતિ
ભારતના પડોશી દેશો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનના લઘુમતીઓ જેમ કે, હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન પારસી અને ખ્રિસ્તી ધર્મના લોકોની ભારતની નાગરિકતા કલેકટર કચેરી દ્વારા અપાઈ છે. અમદાવાદ જિલ્લા વહીવટીતંત્રએ (Ahmedabad collector ) 2016 થી આજ સુધી ભારતની નાગરિકતા મેળવવા 1151 શરણાર્થીઓની અરજી મળી છે. 2016 થી અત્યાર સુધીમાં કુલ 924 લોકોને નાગરિકતા પત્ર અમદાવાદ જિલ્લા કલેકટર કચેરી દ્વારા એનાયત કરાયા છે. જેમાં 2017માં 187, 2018માં 256, 2019માં 205, 2020માં 65 અને 2021માં 211 શરણાર્થીઓને (Citizenship to Refugees) ભારતના નાગરિક તરીકે (Indian citizenship) અમદાવાદમાં શરણ મળી છે.
100થી વધુ અરજીઓ પ્રોસેસમાં
સમગ્ર ભારતમાં અમદાવાદ જિલ્લો (Ahmedabad collector ) શરણાર્થીઓને નાગરિકતાનું પ્રમાણપત્ર એનાયત કરવામાં મોખરે રહ્યો છે. 100 વધુ અરજીઓ સેન્ટ્રલ એજન્સીની પ્રોસેસમાં ચાલી રહી છે. ભારતનું નાગરિકત્વ (Citizenship to Refugees)મળવાથી નાગરિકોને અમદાવાદથી દેશના અન્ય સ્થળોએ ફરવા અને રહેવા જવા માટે કલેકટરની પરવાનગી મેળવવામાંથી મુક્તિ મળે છે.
ભારતના પાડોશી દેશોમાંથી આવેલા શરણાર્થીઓને નાગરિકતા અપાય છે પહેલા નાગરિકતા મેળવવા 2-4 વર્ષ લાગતા
ભારતની નાગરિકતા માટે અરજી કરનાર પપ્પુરામ જાદવે ઇટીવી ભારતને જણાવ્યું હતું કે, તેઓ મૂળ પાકિસ્તાનના સિંધ પ્રાંતના હૈદરાબાદના વતની છે. તેઓ 07 વર્ષથી વધુ સમયથી ભારતમાં રહે છે. તેઓ ટુરિસ્ટ વિઝા પર અહીં આવ્યા હતા અને અહીં શરણાર્થી તરીકે રહી ગયા. તેઓએ ભારતના કાયદા મુજબ નાગરિકતા (Indian citizenship) માટે અરજી કરે ચાર મહિના થયા છે. કલેકટર ઓફિસે (Ahmedabad collector )ગયા બાદ અઠવાડિયાથી દસ દિવસ બાદ રીન્યુ લેટર મળે છે. પહેલા ઈન્કવાયરી પુરી થતાં બે-ચાર વર્ષ લાગતા હવે 06 મહિનામાં આ કાર્ય (Citizenship to Refugees) પતી જાય છે.
નાગરિકતા મળવાથી શું લાભ ?
પપ્પુરામ ભાઈએ જણાવ્યું હતું કે, ભારતની સીટીઝનશીપ મળવાથી અમને ભારતના નાગરિકો (Indian citizenship) જેવા બધા જ હક્ક અને લાભ મળશે. જેમાં અગત્યનું રાશન કાર્ડ મળશે. લોકડાઉનમાં રાશનકાર્ડ ન હોવાથી અને કામ ધંધા બંધ હોવાથી તેમની સ્થિતિ ખરાબ થઈ હતી. ભારતની નાગરિકતા (Citizenship to Refugees) મળવાથી તેમના બાળકોનું ભવિષ્ય બનશે. તેઓ સારૂ ભણતર મેળવી શકશે, જેથી તેમને સારું કામ પણ મળી રહેશે. અત્યારે તેઓ અહીં દરજી કામ કરે છે અને ભાડાના મકાનમાં રહે છે.
ડોક્યુમેન્ટ એકઠા કરવા કેટલા અઘરા ?
ભારતમાં જ્યારે પડોશી દેશોના નાગરિકો શરણાર્થી (Indian citizenship) તરીકે આવતા હોય ત્યારે ઘણા શરણાર્થીઓ પાસે ભારતનું નાગરિકત્વ (Citizenship to Refugees) મેળવવા પૂરતા પુરાવા ન હોય તેવું બને. પપ્પુરામ જણાવે છે કે, કાયદા પ્રમાણે 1947 પહેલા જેમના માતા-પિતા અખંડ ભારતમાં જન્મ્યા હોય તેનો જન્મ કે મૃત્યુનો પુરાવો આપવો પડે છે. તેઓ સતત ભારતમાં સાત વર્ષથી રહ્યા છે તે પુરવાર કરવું પડે છે. પાસપોર્ટ આપવો પડે છે. પરંતુ જો કોઈ પાસે ડોક્યુમેન્ટ ન હોય અને તે ડોક્યુમેન્ટ રહી ગયુ હોય તો ઓનલાઈન મંગાવવું પડે છે કે રૂબરૂ જઈને લાવવું પડે છે.
વેરિફિકેશન પ્રક્રિયા
પપ્પુરામ જણાવે છે કે, ભારતનું નાગરિકત્વ મેળવવાની શરણાર્થીઓની સ્થાનિક પોલીસ વેરિફિકેશન, રાજ્ય સરકાર વતી ગાંધીનગર પોલીસ દ્વારા વેરિફિકેશન, દિલ્હીથી એમ્બેસી પ્રોસિજર આ તમામ પ્રક્રિયા પૂર્ણ થતા છ મહિના જેટલો સમય લાગે છે. ત્યારબાદ કલેકટર કચેરીએ (Ahmedabad collector ) યોગ્ય પુરાવા રજૂ થતા ભારતનું નાગરિકત્વ (Citizenship to Refugees)મળે છે.
કોને ભારતની નાગરિકતા મેળવવા 12 વર્ષ રાહ જોવી પડે છે ?
શરણાર્થી તરીકે 2013માં ગુજરાતમાંમાં આવેલા ઈશ્વરદાસ પરમાર જણાવે છે કે, તેઓ પહેલા બનાસકાંઠામાં આવ્યા હતા, હવે અમદાવાદમાં રહે છે. તેઓ ભારતીય નાગરિકતા (Indian citizenship) મેળવવા માટે સરળ કાયદાની રાહ જોઈ રહ્યા હતા. હવે તેઓ નાગરિકતા માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે. 1947 પછી જો વ્યક્તિના માતા-પિતા પાકિસ્તાનમાં જન્મ્યા હોય તો તેણે ભારતીય નાગરિકતા (Citizenship to Refugees) મેળવવા 12 વર્ષ રાહ જોવી પડે છે. આ સાથે તેણે પાસપોર્ટ, રેસિડન્સ પ્રૂફ, માતા-પિતાનું જન્મ કે મૃત્યુ પ્રમાણપત્ર, પોલીસ વેરિફિકેશન સહિતની તમામ પ્રક્રિયા પૂર્ણ કરવી પડે છે.
સરળ કાયદાની જોવાતી રાહ
ઇશ્વરભાઇ જણાવે છે કે, તેઓ નાગરિકતા મેળવવા સરળ કાયદાની રાહ જોઈ રહ્યા છે. તેમનો ઇશારો સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (Citizenship Amendment Act) ઉપર હતો. તેઓ ઇચ્છે છે કે, તેમને એક જગ્યાએથી તમામ પ્રક્રિયા પૂર્ણ થાય અને તેમની અલગ અલગ કચેરીના (Ahmedabad collector ) ધક્કા ખાવા ન પડે. તેઓ કહે છે કે 40થી 50 વર્ષ પહેલા (Citizenship to Refugees) જેઓ ભારતમાં (Indian citizenship) સ્થાયી થયા છે, તેમને ઘર અને જમીન પણ મળી છે.
આ પણ વાંચોઃ સુરતમાં 20 વર્ષથી રહેતાં 10 હિન્દુ પાકિસ્તાની નાગરિક ભારતની નાગરિકતા માટે વલખી રહ્યાં છે
આ પણ વાંચોઃ ખુશીની લહેર: મોરબીમાં વસતા 1200થી વધુ શરણાર્થીઓને મળશે ભારતની નાગરિકતા