- 6 વર્ષ બાદ કોન્સ્ટેબલ ચંદ્રકાંતને મળ્યો ન્યાય
- આરોપી મનીશ બલાઈને કરાઈ આજીવન કેદની સજા
- ઓફિસમાં જ પાઈપનો ટૂકડો માથામાં ફટકારી કરી હતી હત્યા
અમદાવાદ: 20 એપ્રિલ 2016ના રોજ મનીષ બલાઈ નામનો વ્યક્તિ ક્રાઈમ બ્રાંચના કોન્સ્ટેબલ ચંદ્રકાંત મકવાણાની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. જેમાં 6 વર્ષ બાદ સેશન્સ કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.
આ પણ વાંચો:BREAKING NEWS: કોન્સ્ટેબલ ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસને લઈ કોર્ટમાં તમામ સુનાવણી પૂર્ણ ચુકાદો અનામત
આજીવન સજા સહિત અન્ય સજાઓ ફટકારાઈ
ઉપરાંત, 25 હજારનો દંડ અને IPC કલમ 404 અનુસાર 3 મહિનાની સજા અને 2 હજાર રૂપિયા દંડ ફટકારવામાં આવ્યો છે. આરોપી મનીશ બલાઈને કરવામાં આવેલી દરેક સજા તેણે એકસાથે ભોગવવી પડશે. વધુમાં, લીગલ સર્વિસ ઓથોરિટી દ્વારા તેની સજાનું વળતર નક્કિ કરવામાં આવશે.
આ પણ વાંચો: ચંદ્રકાન્ત મકવાણા મર્ડર કેસમાં કોર્ટે ચુકાદો રાખ્યો અનામત, આરોપીને કોર્ટ પરિસર બહાર લોકોએ માર માર્યો
ઓફિસમાં જ કરાઈ હતી હત્યા
PSI કે. જી. ચૌધરીની ઓફિસમાં મનીષ શ્રવણકુમાર બલાઈએ એકાંતનો લાભ લઈ કોન્સ્ટેબલ ચંદ્રકાંતની ઓફિસમાં જ પડેલી પાઈપ વડે હત્યા કરી હતી. પાઈપ માથામાં ફટકારી આરોપી ફરાર થઈ ગયો હતો. આ ધટનાને આજે 22 જુલાઈના રોજ નામદાર કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો છે.