ગુજરાત

gujarat

By

Published : Jan 25, 2022, 12:27 PM IST

ETV Bharat / city

હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતની સર્ચ કમિટીના ચેરમેન બન્યા કુલપતિ હિમાંશુ પંડ્યા

કેન્દ્ર સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું (Higher Education Council of India) માળખું તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા સહિત 3 લોકોની નિમણૂક કરવામાં આવી છે.

હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતની સર્ચ કમિટીના ચેરમેન બન્યા કુલપતિ હિમાંશુ પંડ્યા
હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતની સર્ચ કમિટીના ચેરમેન બન્યા કુલપતિ હિમાંશુ પંડ્યા

અમદાવાદ: શિક્ષણ ક્ષેત્રે નવા ફેરફાર અને વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતનું (Higher Education Council of India) માળખું તૈયાર કરવામાં આવ્યું છે. ચેરમેનની નિમણૂક કરવા માટે સરકાર દ્વારા સર્ચ કમિટી નીમવામાં આવી (A search committee was appointed) છે. ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા સહિત 3 લોકોની નિમણૂક કરવામાં આવી છે.

ચેરમેનની નિમણૂક કરવા માટે સર્ચ કમિટી બનાવવામાં આવી

ઉચ્ચ શિક્ષણની ગુણવત્તા સુધરે અને નવા સુધારા વધારા થાય તે માટે કેન્દ્ર સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ઇન્ડિયાનું (Higher Education Council of India) માળખું તૈયાર કરવામાં આવ્યું છે.આ માળખા માટે ચેરમેન નિમવાના છે જેની હજુ પ્રક્રિયા શરૂઆતના તબક્કામાં છે, ત્યારે ગુજરાત સરકાર દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતની બોડી તૈયાર કરવામાં આવી છે જેના ચેરમેનની નિમણૂક કરવા માટે સર્ચ કમિટી બનાવવામાં આવી છે.

સર્ચ કમિટીમાં ચેરમેન તરીકે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા,

સર્ચ કમિટીમાં ચેરમેન તરીકે ગુજરાત યુનિવર્સીટીના કુલપતિ હિમાંશુ પંડ્યા (Chancellor of Gujarat University Himanshu Pandya), સભ્ય તરીકે સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ નીતિન પેથાણી અને ગોવિંદ ગુરુ યુનિવર્સીટીના કુલપતિ પ્રતાપસિંહ ચૌહાણની નિમણૂક કરવામાં આવી છે. ત્રણેય સભ્યો દ્વારા હાયર એજ્યુકેશન કાઉન્સિલના ચેરમેન માટે 3 નામ સરકારને આપવામાં આવશે. જેમાંથી એક નામ પર મુખ્યમંત્રી અને રાજ્યપાલની મહોર લાગશે જે બાદ ચેરમેનની જાહેરાત થશે.

હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાત

હાયર એજ્યુકેશન કાઉન્સિલ ઓફ ગુજરાતના ચેરમેન નિમાયા બાદ રાજ્યની તમામ ખાનગી અને સરકારી યુનિવર્સીટી પર નજર રહેશે. યુનિવર્સીટીમાં જરૂરી સુધારા વધારા તથા મહત્વની બાબતો અંગે અનેક સત્તાઓ મળશે.

આ પણ વાંચો:

ગુજરાત યુનિવર્સીટી સંલગ્ન ગ્રાન્ટ ઇન એડ અને સરકારી કૉલેજોમાં વર્ગ દીઠ 20 સીટમાં વધારો

Gujarat Universityએ બનાવેલી આયુર્વેદિક દવાને ICMRએ આપી મંજૂરી

ABOUT THE AUTHOR

...view details