ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદની મહિલાઓની સુરક્ષામાં થશે વધારો, કેન્દ્ર સરકારે નિર્ભયા પ્રોજેક્ટ મંજૂર કર્યો - latest news of Pradipsinh Jadeja

ગાંધીનગર: અમદાવાદ શહેરની સુરક્ષાને વધુ સુદ્રઢ બનાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સેઇફ સીટી પ્રોજેક્ટ અંતર્ગત નિર્ભયા ફંડ મંજૂર કરવામાં આવ્યો છે. જેમાં અમદાવાદ પોલીસ કમિશ્નર દ્વારા એનું આયોજન કરાશે. જેમાં મહિલાઓ અને વરીષ્ઠ નાગરીકોને કેન્દ્ર સ્થાને રાખી વિવિધ પ્રોજેક્ટોનું આયોજન કરાશે.

Pradipsinh Jadeja
પ્રદિપસિંહ જાડેજા

By

Published : Dec 2, 2019, 10:23 PM IST

રાજયકક્ષાના ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, અમદાવાદ શહેરમાં 90 સ્થળોની હોટ સ્પોટ તરીકે પસંદગી કરવામાં આવશે અને તે તમામ સ્થળોએ CCTV કેમેરા લગાવવામાં આવશે. આશરે 100 જેટલા અધ્યત્તન સુવિધા સાથેના વાહનો, મહિલાઓ અને સિનિયર સીટીઝન આધારીત બસ સ્ટોપ, મોબાઇલ એપ, મહિલા સાઇબર યુનિટ તેમજ, સાબરમતી રીવરફ્રન્ટ ખાતે નવી અધ્યત્તન પોલીસ ચોકીનું નિર્માણ કરાશે. મહિલાઓની સુરક્ષાને કેન્દ્ર સ્થાને રાખી એક્શન પ્લાન પણ તૈયાર કરવામાં આવશે.

નિર્ભયા પ્રોજેક્ટ અંતર્ગત અમદાવાદની પસંદગી કરવામાં આવી

જે રીતે દેશના નાના-મોટા શહેરોમાં દુષ્કર્મની ઘટનાઓ સામે આવી રહી છે તેને ધ્યાનમાં લઈ કેન્દ્ર સરકાર દ્વારા સમગ્ર દેશના 9 જેટલા શહેરોને નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ પસંદ કરવામાં આવ્યાં છે. જેમાં અમદાવાદની પણ પસંદગી કરવામાં આવી છે. આમ કરોડોના ખર્ચે નિર્ભયા ફંડનો ઉપયોગ મહિલાઓની સુરક્ષા માટે કરવામાં આવશે.

ABOUT THE AUTHOR

...view details