ગુજરાત

gujarat

ETV Bharat / city

કેન્દ્ર સરકારે ગુજરાતને આપી અનોખી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ પ્રોજેક્ટ - ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેનનો પ્રારંભ

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને એક વધુ ભેટ (Central government Gifted to Gujarat ) આપવામાં આવશે. આ ભેટ અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનના પુનઃવિકાસની (Redevelopment of Ahmedabad Kalupur Railway Station) હશે. ગુજરાતમાં અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન પ્રસિદ્ધ મોઢેરા સૂર્યમંદિરથી પ્રેરિત હશે. આ ભેટ બદલ મુખ્યપ્રધાને ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન મોદીનો આભાર માન્યો હતો. આ સાથે અમદાવાદ સહિત નવી દિલ્હી અને મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ થશે.

કેન્દ્ર સરકારે ગુજરાતને આપી અનોખી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ પ્રોજેક્ટ
કેન્દ્ર સરકારે ગુજરાતને આપી અનોખી ભેટ: અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ પ્રોજેક્ટ

By

Published : Sep 28, 2022, 7:51 PM IST

Updated : Sep 28, 2022, 8:21 PM IST

અમદાવાદ:દિલ્હી ખાતે આજે મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે. કેન્દ્રીય કેબિનેટે આજે અમદાવાદ રેલવે સ્ટેશનના પુનઃવિકાસના ભારતીય રેલવેના પ્રસ્તાવને મંજૂરી (Indian Railway proposal approved) આપી દીધી છે. અમદાવાદ (Redevelopment of Ahmedabad Kalupur Railway Station ) સાથે જ નવી દિલ્હી અને CSMT મુંબઈ રેલવે સ્ટેશનનો પણ પુનઃવિકાસ (Redevelopment of Mumbai railway station) કરવામાં આવશે. આ સમગ્ર પ્રોજેક્ટમાં અંદાજે રૂપિયા 10,000 કરોડનું રોકાણ સામેલ છે.

ગુજરાત માટે વધુ એક મોટી ભેટની જાહેરાત કરવામાં આવી છે.

મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદારજેમાં ઉલ્લેખનીય છે કે, 29 અને 30 સપ્ટેમ્બર 2022ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અમદાવાદ મેટ્રો ટ્રેન (Ahmedabad Metro Train Launch in Gujarat) અને વંદે ભારત ટ્રેનનો શુભારંભ કરવા જઈ રહ્યા છે. આમ, નવરાત્રીના આ દિવસો દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે. આજે (બુધવારે) કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત માટે આ મોટી જાહેરાત કરવામાં આવી છે. મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલે આ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, આ આધુનિક સ્ટેશનના લીધે રેલવે મુસાફરીનો અનુભવ વધુ સુવિધાયુક્ત અને શાનદાર બનશે.

અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ) ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત છે.

સૂર્ય મંદિરથી પ્રેરિત નવી ડિઝાઇનકેન્દ્રીય રેલવે પ્રધાન (Union Railway Minister) અશ્વિની વૈષ્ણવે આ વિશે વધુ માહિતી આપતા જણાવ્યું કે, અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનની નવી ડિઝાઇન (New Design of Ahmedabad Kalupur Railway Station ) ગુજરાતના સુપ્રસિદ્ધ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરથી પ્રેરિત (New design inspired by famous Modhera Sun Temple) આ સાથે જ, દિલ્હી રેલ્વે સ્ટેશન બસ, ઓટો અને મેટ્રો રેલસેવાઓ સાથે ટ્રેન સેવાઓને એકીકૃત કરશે. જ્યારે મુંબઈના CSMT રેલવે સ્ટેશનના હેરિટેજ બિલ્ડીંગમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે, પરંતુ તેની આસપાસના વિસ્તારોના બિલ્ડીંગોને પુનઃ વિકસિત કરવામાં આવશે.

નવરાત્રીના આ દિવસો દરમિયાન મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રેલવે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે ગુજરાતને બે મહત્વપૂર્ણ ટ્રેનની ભેટ મળવા જઇ રહી છે.

ટેન્ડર આગામી 10 દિવસમાં રેલવે પ્રધાને જણાવ્યું કે, નવી દિલ્હી, CSMT અને અમદાવાદ રેલ્વે સ્ટેશનોના પુનઃવિકાસ માટેના ટેન્ડર આગામી 10 દિવસમાં બહાર પાડવામાં આવશે. આ 3 મુખ્ય સ્ટેશનો સહિત 199 સ્ટેશનોના પુનઃવિકાસનો કુલ ખર્ચ ₹60,000 કરોડ છે. આગામી 2થી 3.5 વર્ષના સમયગાળા દરમિયાન અમદાવાદ રેલ્વે સ્ટેશન, નવી દિલ્હી રેલ્વે સ્ટેશન, અને મુંબઈ રેલવે સ્ટેશનનો પુનઃવિકાસ કરવામાં આવશે. આ સ્ટેશનોના પુનઃવિકાસમાં મોડ્યુલર ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવશે.

Last Updated : Sep 28, 2022, 8:21 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details