અમદાવાદઃ કોરોના વાઇરસના કારણેે દેશમાં લૉક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદમાં આવેલ પાંજરાપોળો કે જેમાં મોટી સંખ્યામાં પશુપક્ષીઓ રાખવામાં આવે છે અને તેની સારવાર કરવામાં આવતી હોય છે. તેની પરિસ્થિતિ શું છે તે જાણવા ETV Bharatની ટીમ અમદાવાદના આંબાવાડી વિસ્તારમાં આવેલ પાંજરાપોળ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચી હતી. જ્યાં અલગ અલગ NGO અને પરિવારો દ્વારા ગાયોને ઘાસ અને રોટલી-ગોળ ખવડાવવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. તો બીજી તરફ જીવદયા ટ્રસ્ટ દ્વારા ઈમરજન્સીમાં આવતા પશુપક્ષીઓની તાત્કાલિક સારવાર પણ કરી આપવામાં આવી રહી છે.
લૉક ડાઉન વચ્ચે પશુપક્ષીઓના કેવા છે હાલ? જીવદયાપ્રેમીઓએ લીધી ખબર, જૂઓ વિડીઓ - અમદાવાદ કોરોના
દેશમાં લૉક ડાઉન કરવામાં આવ્યું છે. ત્યારે અમદાવાદની પાંજરાપોળો કે જેમાં મોટી સંખ્યામાં પશુપક્ષીઓ રાખવામાં આવે છે તેની પરિસ્થિતિ શું છે તે જાણવા ETV Bharatની ટીમ આંબાવાડી વિસ્તારમાં આવેલ પાંજરાપોળ અને જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ પહોંચી હતી.
જ્યારે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અકસ્માત થયેલા પશુપક્ષીઓને ઇમરજન્સીમાં સારવાર કરવામાં આવી રહી છે. લૉક ડાઉન હોવાથી ટ્રસ્ટમાં કાર્યકર્તાને પ્રવેશ આપવામાં આવી રહ્યો નથી. પરંતુ ટ્રસ્ટના કેટલાક કાર્યકર્તાઓ જ દ્વારા સારવાર કરવામાં આવી રહી છે. જ્યારે તેઓ દ્વારા પણ રસ્તે રખડતાં કૂતરાઓને દૂધ અને રોટલી ખવડાવવા જવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે. લૉક ડાઉન હોવા છતાં પશુપક્ષીઓ ભૂખ્યા ન રહે તે માટે થઈ સજાગ, સંજીવની અને અન્ય પરિવારો દ્વારા ખાસ અલગ અલગ આયોજનો કરી પશુપક્ષીઓને દાણા નાખવામાં આવી રહ્યાં છે.