ગુજરાત

gujarat

ETV Bharat / city

Cases from Agitation: આંદોલન કરવું એ નાગરિકનો બંધારણીય હક છે, કોંગ્રેસ - અલ્ટ્રાટ્રેક સીમેન્ટ

ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર આંદોલન, સાણંદના ખેડૂતો પોતાના ખેતી માટે પાણીનું આંદોલન(Water movement), LRDનું આંદોલન જેવા આંદોલન થતા આવ્યા છે. કૉંગ્રેસ નેતા પૂજાભાઈ વંશે કહ્યું હતું કે, અમુક કેસ સરકાર દ્વારા પાંચ ખેંચવામાં આવ્યા તે સહારનીય છે. તે અમે આવકારીએ છીએ.

Cases from Agitation: આંદોલન કરવું એ નાગરિકનો બંધારણીય હક છે, કોંગ્રેસ
Cases from Agitation: આંદોલન કરવું એ નાગરિકનો બંધારણીય હક છે, કોંગ્રેસ

By

Published : Mar 24, 2022, 7:21 PM IST

અમદાવાદ: ભારત એક લોકશાહી દેશ છે જેમાં દરેક નાગરિકને આંદોલન કરવાનો હક છે. ગુજરાતમાં લોકો પોતાના હક અંતે આંદોલન કર્યા હતા. જેમાં પાટીદાર આંદોલન, સાણંદના ખેડૂતો પોતાના ખેતી માટે પાણીનું આંદોલન(Water agitation for agriculture), LRDનું આંદોલન જેવા આંદોલન થયા હતા.

પાટીદાર આંદોલન વખતે જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી અમુક કેસ સરકાર દ્વારા પાંચ ખેંચવામાં આવ્યા તે સહારનીય છે. તે અમે આવકારીએ છીએ.

આ પણ વાંચો:Patidar Anamat Andolan Cases Withdraw : પાટીદાર અનામત આંદોલન સમયના 10 કેસ પાછા લેતી સરકાર, હાર્દિકને રાહત

કૉંગ્રેસ નેતા પૂજાભાઈ વંશ જણાવ્યું હતું કે - ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી જનતા પોતાના હક(Agitation for Fundamental rights) માટે આંદોલન કરે છે. ત્યારે પોલીસ દ્વારા તેમની પર ખોટી રીતે અત્યાચાર કરી ખોટા કેસ દાખલ કરવામાં આવે છે. પાટીદાર આંદોલન વખતે જે કેસ દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી અમુક કેસ સરકાર દ્વારા પાંચ ખેંચવામાં આવ્યા તે સહારનીય છે. તે અમે આવકારીએ છીએ.

સાણંદમાં પાણી માટે થયેલું આંદોલન -પાટીદાર સિવાય અન્ય સમાજે પોતાના હક માટે આંદોલન કર્યા છે. તેના પર ખોટા કેસ પણ દાખલ કરવામાં આવ્યા છે. જેમ કે સાણંદમાં બક્ષીપંચના 30 ગામના લોકોએ પાણી માટે આંદોલન કર્યું હતું. ત્યારે તેમની પર 395 જેવા ગંભીર કેસ દાખલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો:Patidar Reservation Movement : પાટીદાર આંદોલનમાં લાઠીચાર્જ બાબતે થયેલી પ્રાઈવેટ ફરિયાદ મામલે કોર્ટે તમામ સાક્ષીઓને તપાસ્યા

અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપની સ્થાવવામાં વિરોધ -મહુવા અને તળાજા તાલુકાના આજુબાજુના ગામના લોકાએ અલ્ટ્રાટ્રેક સીમેન્ટ(Ultratrack cement) બનાવતી કંપની સસ્થાપવામાં વિરોધ કરવામાં આવ્યો તો તેમની પર ખોટા કેસ દાખલ કરવામાં આવ્યા LRD આંદોલનમાં મહિલા પોલીસ પર અત્યાચાર કરવામાં આવ્યો આ બધા ગુના પર જે કેસ દાખલ કરવામાં આવ્યા છે તે પરત લેવામાં આવે તેવી કૉંગ્રેસ દ્વારા લેખિતમાં મુખ્યપ્રધાનને અરજી કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details