અમદાવાદ : અમદાવાદના શાહપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 7 જુલાઈ 2018 ના દિવસે આરોપી બદ્રીલાલ લાવશીનું કસ્ટડિયલ ડેથ(custodial death) નીપજ્યું હતું તે બાબતે રાજ્યના માનવ અધિકાર આયોગમાં(Human Commission) ફરિયાદ કરવામાં આવી હતી. જેની તપાસમાં માનવ આયોગ દ્વારા પોલીસની બેદરકારી અને નિષ્કાળજી સાબિત થઈ છે જે માટે હાજર પર રહેલા ASIને 100 રૂપિયાનો અને PSO અને હેડ કોન્સ્ટેબલને 5000ની દંડની(fine of Rs 100 was levied from PSO) શિક્ષા કરવામાં આવી હતી. આ રિપોર્ટમાં કુદરતી રીતે મૃત્યુ થયું હોવાનું સામે આવ્યું હતું.
PSO પાસેથી ફક્ત રૂપિયા 100નો દંડ વસુલાયો -6 જુલાઈ 2018 ના રોજ નાસીર ભાઈ તરફથી મેસેજ મળ્યો હતો કે, મિરઝાપુર ટેલિફોન એક્સચેન્જ નાડીયાવાડ મકાન નંબર 851માં એક ચોર પકડેલ છે, જે મેસેજના આધારે આરોપી બદ્રીલાલની અટક કરીને પીએસઓ ને સોંપવામાં આવ્યો હતો. તે દિવસે બપોરે 1 કલાકે આરોપીઓની તબિયત બગડતા વી.એસ. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો અને સાંજના સમયે આરોપીઓને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. 1 august 2019 ના રોજ ઇન્કવાયરી પોર્ટ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, આરોપીનું મૃત્યું માથામાં ઈજા થવાના કારણે થયું છે તેવું સામે આવ્યું છે.