ગુજરાત

gujarat

પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી

By

Published : May 20, 2020, 7:35 PM IST

લોકડાઉન-4માં ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં એસ.ટી. બસને દોડાવવાની મંજૂરી આપી હતી. તે અંતર્ગત આજે પહેલા જ દિવસે એસટી નિગમ દ્વારા 6591 ટ્રીપ સંચાલિત કરવામાં આવી હતી.

પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી
પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી

અમદાવાદ: લગભગ બે મહિના સુધી લોકડાઉનમાં ગુજરાત એસ.ટીનિગમની પેસેન્જર સર્વિસ બંધ રહી હતી. પરંતુ લોકડાઉન-4 માં ગુજરાત સરકારે અમદાવાદ જિલ્લા સિવાય તમામ જિલ્લાઓમાં એસ.ટી. બસને દોડાવવાની મંજૂરી આપી હતી. તે અંતર્ગત આજે પહેલા જ દિવસે એસટી નિગમ દ્વારા 6591 ટ્રીપ સંચાલિત કરવામાં આવી હતી.

પહેલા જ દિવસે સાંજે 6 વાગ્યા સુધીમાં એસ.ટી.નિગમે 6591 ટ્રીપ પૂર્ણ કરી
ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા કોરોનાવાઇરસના આ સંકટની ઘડીમાં એસ.ટી.માં પેસેન્જરોની મુસાફરી માટે કેટલાક નિયમો જાહેર કરવામાં આવ્યાં હતાં. જેમ કે એસ.ટી.ની ટિકિટનું વેચાણ ઓનલાઇન થશે, દરેક પેસેન્જરે ફરજિયાત માસ્ક પહેરવુ પડશે, બસ સ્ટેશન ઉપર તેમજ બસની અંદર સોશિયલ ડિસ્ટન્સ જાળવવું પડશે, દરેક પેસેન્જરના થર્મલ સ્ક્રિનિંગ થયા બાદ જ બસની અંદર પ્રવેશ મળશે, તમામ મુસાફરોએ અડધો કલાક પહેલા બસ સ્ટેશન પહોંચવું પડશે, તમામ મુસાફરોને આરોગ્યસેતુ એપ ડાઉનલોડ કરવી પડશે તેમ જ બસમાંથી ઉતરીને હાથને સેનિટાઈઝર કે સાબુ વડે સાફ કરવા પડશે.

આ નિયમોની મર્યાદામાં રહીને એસટી નિગમને પ્રથમ દિવસે જ સાંજે 6 વાગ્યા સુધીમાં 23,069 મુસાફરોની સોશિયલ ડિસ્ટન્સ સાથે હેરફેર કરી હતી.

ABOUT THE AUTHOR

...view details