ગુજરાત

gujarat

By

Published : Jun 16, 2022, 6:56 PM IST

ETV Bharat / city

સસરા પક્ષે જમાઈ પર કર્યો હુમલો, શું છે સમગ્ર મામલો

અમદાવાદનાં વટવા GIDC વિસ્તારમાં(Vatva GIDC area of Ahmedabad) સગા સાળા અને મામા સસરાએ યુવક પર જીવલેણ હુમલો કરતા તે જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. કેબલ ડીસ્ટ્રીબ્યુટર(Distributorship in private cable) તરીકે કામ કરતા યુવક પર ધારિયા અને લાકડીઓથી હુમલો કરી હાથ કાપી નાખવામાં આવ્યો છે. શું છે સમગ્ર ઘટના અને કેમ સાળાએ પોતાની બહેનનું ઘર ઉજાડવાનો કર્યો પ્રયાસ. આવો જાણીએ અહેવાલમાં

સગા સાળા અને મામા સસરાએ યુવક પર કર્યો હુમલો, શું છે સમગ્ર મામલો
સગા સાળા અને મામા સસરાએ યુવક પર કર્યો હુમલો, શું છે સમગ્ર મામલો

અમદાવાદ: સેટેલાઈટ વિસ્તારમાં(Vatva GIDC area of Ahmedabad) રહેતા અને ખાનગી કેબલમાં ડીસ્ટ્રીબ્યુટરશીપ(Distributorship in private cable) ધરાવતા કનુ દેસાઈ પર તેમનાં જ સાળા રામશી રબારી અને વિક્રમ રબારી સહિત મામા સસરા કાનજી રબારીની સાથે લાભુ રબારી અને બે અજાણ્યા શખ્સોએ હુમલો(Fatal attack in Ahmedabad) કર્યો છે. સોમવારે રાતનાં સમયે કનુ દેસાઈ પોતાના એકાઉન્ટન્ટ જ્યોતિબહેન રાજપૂત સાથે જશોદાનગરમાં આવેલી હોટલ ગેલેક્સીએ ભાડુ લેવા માટે ગયા હતા. તે સમયે તમામ આરોપીઓએ ધારિયા અને લાકડી લઈને આવ્યા હતા.

પરિવારજનોએ કનુ દેસાઈની પત્ની ભગવતી દેસાઈએ સોપારી આપી આ હુમલો કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે

આ પણ વાંચો:Attack on Man in Udaipur : ઉદયપુરમાં યુવક પર હૃદય હલબલાવી દે તેવો હુમલાનો વિડીયો થયો વાયરલ

આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા -કનુ દેસાઈના મામા સસરા કાનજી દેસાઈ ધારીયા દ્વારા માથામાં હુમલો(Fatal attack on youth) કરવા જતા ફરિયાદીએ હાથ રાખતા હાથ કપાઈ ગયો હતો. ત્યારે તે સમયે કનુ દેસાઈ પર તમામ શખ્સોએ લાકડીથી હુમલો કરતા બુમાબુમ થતાં આસપાસના લોકો આવી જતા તમામ આરોપીઓ કારમાં બેસીને ફરાર થઈ ગયા હતા. જે બાદ કનુ દેસાઈને સિવિલ હોસ્પિટલમાં(Ahmedabad Civil Hospital) સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઈજાગ્રસ્ત કનુ દેસાઈની પત્ની સાથે અણબનાવ હોવાથી તેમજ તેઓ જે ખાનગી ચેનલની ડિસ્ટ્રીબ્યુટરશીપ ધરાવતા હોય ત્યાંથી સાળાઓને નોકરીમાંથી છુટા કર્યા હોય જેનુ મનદુખ રાખી આ હુમલો કરાયો હોવાનો આક્ષેપ કર્યો છે.

આ પણ વાંચો:Deadly attack on former MLA : નૈનીતાલમાં પૂર્વ ધારાસભ્ય સંજીવ આર્ય પર જીવલેણ હુમલો

GIDC પોલીસે હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે -પરિવારજનોએ કનુ દેસાઈની પત્ની ભગવતી દેસાઈએ સોપારી આપી આ હુમલો કરાવ્યો હોવાનો પણ આક્ષેપ કર્યો છે. આ ઘટનામાં મહત્વનું છે કે, આ સમગ્ર મામલે વટવા GIDC પોલીસે(Vatva GIDC Police Ahmedabad) હત્યાનો પ્રયાસ અને રાયોટીંગની કલમો(Assassination and Rioting IPC Act) હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ગુનામાં સામેલ તમામ આરોપીઓને ઝડપવા માટે અલગ અલગ ટીમો કામે લાગી છે.

ABOUT THE AUTHOR

...view details