ગુજરાત

gujarat

ETV Bharat / city

નિત્યાનંદ કેસ: આશ્રમની સંચાલિકાઓને વધુ તપાસ માટે આશ્રમમાં લઈ જવાઇ - Nithyananda Ashram case

અમદાવાદ: નિત્યાનંદ કેસમાં બે સંચાલિકાઓની ધરપકડ બાદ આશ્રમમાં રહેત બાળકોના પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવશે. ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા કરાયેલ પૂછપરછ દરમિયાન બાળકોએ કહ્યું હતું કે, તેઓને માતા-પિતા સાથે જવું છે. જેના કારણે પોલીસ દ્વારા બાળકોના નિવેદન લઈને વધુ તપાસ હાથ ધરાશે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ

By

Published : Nov 21, 2019, 5:33 PM IST

આશ્રમની બંને સાધ્વીઓની પૂછપરછ કર્યા બાદ ગુરુવારે સાધ્વીઓને વધુ તપાસ માટે આશ્રમમાં લઈ જવામાં આવી છે. ત્યારે પોલીસ દ્વારા પૂછપરછ દરમિયાન બાળકો પોલીસને મહત્વની હકીકત જણાવે છે કે, કેમ સાથે સાથે અન્ય કેટલાક પુરાવા મળે છે તે તપાસનો વિષય રહેશે.

નિત્યાનંદ આશ્રમ વિવાદ

ઉલ્લેખનીય છે કે, નિત્યાનંદ આશ્રમની બે સંચાલિકાઓની ધરપકડ કરી પુછપરછ માટે મિરઝાપુર ખાતે આવેલી અમદાવાદ રૂરલ કોર્ટમાં રજૂ કરવામાં આવી હતી. જેમાં કોર્ટે બન્ને સંચાલિકાઓના 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં હતાં.

ABOUT THE AUTHOR

...view details