અમદાવાદઃ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આજથી 2 દિવસીય ભારતના પ્રવાસે (Boris Johnson Gujarat Visit) આવ્યા છે. ત્યારે તેમણે ભારત પ્રવાસની શરૂઆત અમદાવાદથી કરી છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપ્રધાન જગદીશ પંચાલ, અમદાવાદને મેયર કિરીટ પરમાર, DGP આશિષ ભાટિયા સહિતના ઉચ્ચ અધિકારીઓએ બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સનનું અમદાવાદ એરપોર્ટ (Welcome to Boris Johnson at Ahmedabad Airport) પર સ્વાગત કર્યું હતું.
પરંપરાગત રીતે બ્રિટિશ PMનું સ્વાગત આ પણ વાંચો-Boris Johnson Gujarat Visit : બ્રિટન PM ગુજરાતના પ્રવાસ પર 150 ટકા ઇનપુટ ડ્યૂટી ઘટાડવાની શક્યતા
પરંપરાગત રીતે બ્રિટિશ PMનું સ્વાગત - ઉલ્લેખનીય છે કે, બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સને પોતાના 2 દિવસીય ભારત પ્રવાસની શરૂઆત હેરિટેજ સિટી અમદાવાદથી કરી છે. જોકે, તેઓ ગાંધી આશ્રમની મુલાકાત પણ લીધી હતી. ત્યારે અમદાવાદ એરપોર્ટ પર બોરિસ જોન્સનનું ઢોલનગારા વગાડીને પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો-PM Modi Gujarat Visit: વડાપ્રધાનના કાર્યક્રમમાં 2800 બસો મૂકી શકતા હો તો સ્પર્ધાત્મક પરીક્ષામાં વિદ્યાર્થીઓ માટે પણ મૂકો - કોંગ્રેસ
એરપોર્ટથી હોટેલ સુધી સાંસ્કૃતિક સ્ટેજ બનાવાયા - આપને જણાવી દઈએ કે, બ્રિટિશ વડાપ્રધાન બોરિસ જોનસન એરપોર્ટથી રવાના થયા ત્યારે એરપોર્ટથી લઈને હોટલ હયાત સુધી અલગ અલગ સાંસ્કૃતિક સ્ટેજ બનાવવામાં આવ્યા હતા, જ્યાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરે. તે પ્રકારે નૃત્ય અને ઢોલ નગારા વગાડવામાં આવ્યા હતા.