અમદાવાદ - દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પીએમ બન્યાં, એ બાદ અન્ય દેશોના વડાઓ પોતાના ભારત પ્રવાસ દરમિયાન ગુજરાતની મુલાકાતે અચૂક આવી રહ્યા છે. ત્યારે UKના વડાપ્રધાન બોરિસ જોન્સન પણ ભારતના પ્રવાસે આવી રહ્યાં છે. જોકે UKના વડાપ્રધાન પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી (Boris Johnson Gujarat Visit) કરવાના છે.
UKના વડાપ્રધાન પોતાના ભારત પ્રવાસની શરૂઆત ગુજરાતથી કરી રહ્યાં છે ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ- રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અન્ય દેશના વડાપ્રધાન પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે આવતીકાલે વધુ એક વડાપ્રધાન બ્રિટનના બોરિસ જોન્સન તેમના ભારત પ્રવાસની ગુજરાત શરૂઆત (Boris Johnson Gujarat Visit)કરવા જઈ રહ્યા છે. તેઓ ગુજરાત આવનારા પ્રથમ બ્રિટિશ પીએમ(The first British PM to visit Gujarat) છે.
આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, જાણો કેવો રહેશે તેમનો કાર્યક્રમ
સવારે આગમન- વડાપ્રધાન બોરિસ જોન્સનનું 21મીએ સવારે આઠ વાગ્યે અમદાવાદ એરપોર્ટ પર તેમનું (Boris Johnson Gujarat Visit)આગમન થશે. ત્યારબાદ PM બોરિસ જોન્સન (Boris Johnson's travel route in Ahmedabad)એરપોર્ટથી ગાંધી આશ્રમ સુધીનો રોડ શો કરશે. જેમાં ગુજરાતના લોકો તેઓનું ઉમળકાભર્યું સ્વાગત કરશે. એરપોર્ટથી તાજ સર્કલ કેમ્પ હનુમાન થઈ ગાંધી આશ્રમ (Gandhi Ashram Ahmedabad)પહોંચશે. જેને લઇને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને અમદાવાદ શહેર પોલીસ દ્વારા તૈયારીઓ કરી દેવામાં આવી છે.આ રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાય એવું આયોજન પણ કરવામાં આવ્યું છે. સમગ્ર રૂટ પર ગુજરાત અને ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતા અલગ અલગ કાર્યક્રમ અંગે સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે.
ગાંધીઆશ્રમમાં થઇ રહેલી વિશેષ તૈયારીઓ આ પણ વાંચોઃ Boris Johnson Gujarat Visit: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન આવશે ગુજરાત, અમદાવાદમાં ગાંધી આશ્રમની લેશે મુલાકાત
બ્રિટિશ પીએમનો કાર્યક્રમ- અમદાવાદ એરપોર્ટ પર મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ બોરિસ જોન્સનનું સ્વાગત (Boris Johnson Gujarat Visit)કરશે તેઓ સૌપ્રથમ રોડ શો કરી ગાંધી આશ્રમની મુલાકાત લેશે. ત્યારબાદ તેઓ હોટલ જશે. જ્યાંથી તેઓ એરપોર્ટ પરત ફરશે, જ્યાં હેલિકોપ્ટરના માધ્યમથી ઉદ્યોગપતિ ગૌતમ અદાણીને મળવા માટે adani township જશે. ત્યારબાદ વડોદરાના હાલોલ ખાતેના જેસીબી પ્લાન્ટની મુલાકાત (Boris Johnson visits Halol's JCB plant)લેશે. બાદમાં તેઓ ગાંધીનગર સચિવાલય હેલિકોપ્ટરના માધ્યમથી ઉતરાણ કરશે. જ્યાંથી તેઓ ગિફ્ટ સિટી અને અક્ષરધામની મુલાકાત કરશે. જ્યાંથી તેઓ બાય રોડ અમદાવાદ હોટલ પરત ફરશે. જ્યાં ડિનર કરી તેઓ દિલ્હી જવા રવાના થવાના છે. જો.કે હજુ સુધી PM બોરિસ જોન્સનની મુલાકાત અંગે સત્તાવાર સમગ્ર કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો નથી.
જોન્શનની ગત વર્ષે મોદી સાથે મુલાકાત થઇ હતી- પીએમ નરેન્દ્ર મોદી અને બોરિસ જોન્સનની (PM Boris Johnson and PM Modi Meet)પહેલાં ગત વર્ષે નવેમ્બર મહિનામાં ગ્લાસગો સમિટ દરમિયાન મુલાકાત થઇ હતી. ત્યાર બાદ કોરોના સંકટને પગલે બે વાર બોરિસ જોન્સનનો ભારત પ્રવાસ રદ કરવો પડ્યો હતો. આખરે આવતીકાલે તેઓ ભારતના પ્રવાસે આવી રહ્યા છે. 21 (Boris Johnson Gujarat Visit) અને 22 એપ્રિલ એમ બે દિવસીય તેમનો પ્રવાસ નક્કી કરવામાં આવ્યો છે.