ગુજરાત

gujarat

ETV Bharat / city

Boris Johnson Gujarat Visit: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે - જીબીયુમાં લેબ ટેકનિશિયન

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન (Boris Johnson Gujarat Visit) ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે. તેઓ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે સંશોધન વિદ્વાનો લેબ ટેકનિશિયન અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. બોરિસ જોન્સન 21મી એપ્રિલના રોજ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે.

બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે
બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની મુલાકાત લેશે

By

Published : Apr 20, 2022, 9:48 PM IST

અમદાવાદ: બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન ગુજરાત મુલાકાત (Boris Johnson Gujarat Visit)ના તેમના કાર્યક્રમના ભાગરૂપે આવતીકાલે તારીખ 21મી એપ્રિલના રોજ નિર્માણાધીન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી (Gujarat Biotechnology University)ની મુલાકાત લેશે. ગુજરાત સરકારનો ફ્લેગશીપ પ્રોજેક્ટ (gujarat government flagship project) એવી ‘ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી’ આશરે રૂપિયા 200 કરોડના ખર્ચે ગિફ્ટ સિટી (gift city gandhinagar) ખાતે આકાર લઇ રહી છે, જેમાં દેશના યુવા સંશોધન કાર્યો કરશે.

આ પણ વાંચો:Boris Johnson Gujarat Visit: ગુજરાતના પ્રવાસે આવશે બ્રિટનના વડાપ્રધાન બોરિસ જોન્સન, જાણો કેવો રહેશે તેમનો કાર્યક્રમ

બોરિસ જોન્સન ઉચ્ચ અભ્યાસુઓ સાથે ચર્ચા કરશે-રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને શિક્ષણ પ્રધાન જીતુ વાઘાણી UKના વડાપ્રધાન બોરિસ જોન્સનનું સ્વાગત કરશે. તેમની આ મુલાકાત બંને દેશો વચ્ચે શિક્ષણ, આરોગ્ય અને ટેકનોલોજી (India UK Collaboration In Health and Technology)માં સહયોગ પર કેન્દ્રિત છે. બોરિસ જોન્સન ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીમાં નિર્માણાધીન ઉચ્ચ સ્તરની સંશોધન સુવિધાઓની મુલાકાત લેશે. તેઓ ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટી માટે સંશોધન વિદ્વાનો, લેબ ટેકનિશિયન (Lab Technician In GBU) અને ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે. બોરિસ જોન્સનને યુનિવર્સિટીના હેતુ અને તેની કામગીરીના ક્ષેત્રો અંગે માહિતગાર કરવામાં આવશે.

ફેકલ્ટી સભ્યો સાથે વાર્તાલાપ કરશે બોરિસ જોન્સન.

આ પણ વાંચો:Britain PM Gujarat Visit: બોરિસ જોનસન 21 એપ્રિલે આવશે અમદાવાદ, ગુજરાત આવનારા બ્રિટનના પહેલા PM

GBUની સ્થાપનામાં એડિનબર્ગ યુનિવર્સિટીનો સહયોગ-ગુજરાત બાયોટેકનોલોજી યુનિવર્સિટીની સ્થાપના ગુજરાત સરકારના વિજ્ઞાન અને ટેકનોલોજી વિભાગ (Department of Science and Technology Gujarat) દ્વારા કરવામાં આવી રહી છે. જેમાં UKની એડિનબર્ગ યુનિવર્સિટી સહયોગી બની રહી છે. GBU એ બાયોટેકનોલોજીમાં ઉચ્ચ શિક્ષણની યોજના માટે 'જીવંત પ્રયોગશાળા' હશે. UKના વડાપ્રધાનની GBUની મુલાકાત સમગ્ર ભારત અને UKમાં શિક્ષણ, વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં આંતરરાષ્ટ્રીય સહયોગ માટેની નોંધપાત્ર તક આપશે.

ABOUT THE AUTHOR

...view details