- જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં પણ ભાજપનો ડંકો
- ભારતીય જનતા પાર્ટીની અભૂતપૂર્વ જીત
- કોંગ્રેસ આ વખતે 29 જિલ્લા પંચાયતમાં એક ખાતું ખોલાવી શક્યાં નથી
અમદાવાદઃ ગત રવિવારના રોજ જિલ્લા પંચાયત નગરપાલિકા અને તાલુકા પંચાયતની મતદાન યોજાયું હતું અને આજે તેની મતગણતરી કરવામાં આવી છે. જેમાં તમામ જિલ્લા પંચાયતો ખાતે ભારતીય જનતા પાર્ટીની જીત થઇ છે અને કોંગ્રેસ આ વખતે 29 જિલ્લા પંચાયતમાં એક ખાતું ખોલાવી શક્યાં નથી. જેને લઇને ભારતીય જનતા પાર્ટી ખૂબ જ અભૂતપૂર્વ લીડથી જીત થઈ છે.
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મહાનગરપાલિકાના પરિણામ બાદ જિલ્લા અને તાલુકા પંચાયત સાથે જ નગરપાલિકાની ચૂંટણી યોજવાનો ચૂંટણીપંચના નિર્ણયથી ભાજપને પૂરેપૂરો ફાયદો થયો હોય તેવું માની શકાય છે. કારણ કે, મહાનગર પાલિકામાં કોંગ્રેસ તથા આમ આદમી પાર્ટીની ધૂમ વચ્ચે વધી જતા ભારતીય જનતા પાર્ટી એલર્ટ થઈ ગઈ હતી અને નવી વ્યૂહરચના બનાવી હતી. ગુજરાતના સત્તા કારણમાં કોંગ્રેસને જડમૂળમાંથી સાફ કરી દેવામાં આવી છે.