- ધોલેરાના હેબતપુર જિલ્લા પંચાયત બેઠક પર ભાજપનો વિજય
- ભાજપના ઉમેદવાર 406 મતની લીડથી વિજેતા બન્યા
- હેબતપુર જિલ્લા પંચાયત બેઠકના મતદારો વિજય સરઘસમાં જોડાયા
ધોલેરા તાલુકામાં જિલ્લા પંચાયતની હેબતપુર બેઠક પર ભાજપનો વિજય - bjp news
ધંધુકાની કિકાણી આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે ધંધુકા તાલુકા અને જિલ્લા પંચાયત તેમજ ધોલેરા તાલુકા અને જિલ્લા પંચાયત માટે યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની મતગણતરી હાથ ધરવામાં આવી હતી. જે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી સંપન્ન થઇ હતી.
હેબતપુર જિલ્લા પંચાયત બેઠકના મતદારો વિજય સરઘસમાં જોડાયા
અમદાવાદઃ ધોલેરા તાલુકામાં બે જિલ્લા પંચાયતની બેઠકો હતી તે બંનેમાં ભાજપના ઉમેદવારોની જીત થતાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો અને વિજય સરઘસ કાઢવામાં આવ્યું હતું. ધોલેરા તાલુકા ભાજપ પ્રમુખ સાગરભાઇ સોલંકીના જણાવ્યા પ્રમાણે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ધોલેરા શહેરનું સ્વપ્ન સાકાર કરવા આ વિસ્તારના મતદારોએ ભાજપના ઉમેદવારને વિજેતા બનાવી વિકાસને પ્રાધાન્ય આપ્યું હતું. જિલ્લા પંચાયતની બંને બેઠક ઉપર ભાજપને વિજેતા બનાવ્યા છે.