ગુજરાત

gujarat

By

Published : Apr 17, 2019, 6:52 AM IST

ETV Bharat / city

ભાજપનો ચૂંટણી પ્રચારનો નવો કિમીયો, 3D મેપિંગથી કરશે ચૂંટણી પ્રચાર

અમદાવાદ: લોકસભા હોય કે વિધાનસભાની ચૂંટણી દરેક ચૂંટણીમાં પ્રચાર પસારના માધ્યમમાં ભાજપ કોંગ્રેસ કરતા હમેશાં આગળ રહેતી હોય છે. આ વખતની લોકસભા ચૂંટણીમાં LED રથ હોય કે DJ રથ હોય કે પછી ચોકીદાર કેમ્પઈન હોય કે જાદુગરથી નરેન્દ્ર મોદીનો પ્રચાર કરવાનો હોય આ દરેક બાબતમાં બીજેપી મેદાન મારતી રહી છે. જેમાં મંગળવારથી બીજેપીએ 3D મેપિંગ શો નું આયોજન કર્યું છે.

સ્પોટ ફોટો

શો માટે ભાજપે ચૂંટણી પંચની મંજૂરી મેળવી અને હવે દરેક લોકસભામાં 3D મેપિંગ દ્વારા નરેન્દ્ર મોદીના વિઝનનો પ્રચાર કરશે. જેની માહિતી આપતા બીજેપી પ્રવકતા મહેશ કસવાલે જણાવ્યું હતું કે, ભાજપ વિવિધ પ્રચાર માધ્યમોનો ઉપયોગ કરતા પહેલા ચૂંટણી પંચના માર્ગદર્શન પ્રમાણે કાર્ય કરે છે. 20 યુવાનોની ટિમ દ્વારા ફ્લેશ મોબ ખૂબ લોક પ્રિય બની રહ્યું છે. 16 ટિમો અલગ અલગ જિલ્લા મહાનગરોમાં પ્રચાર પ્રસાર કરશે.

ભાજપ 3D મેપિંગથી કરશે ચૂંટણી પ્રચાર

ભાજપ ટેક્નોલોજીના માધ્યમથી 3D મેપિંગની શરૂઆત મંગળવારથી પ્રારંભ કરી રહી છે. જેમાં ગત લોકસભા ચૂંટણીમાં નરેન્દ્રભાઈએ 3D ટેકનોલોજી દ્વારા એક સાથે સમગ્ર ભારતમાં સભાઓ કરી હતી. એજ રીતે આ 3D મેપિંગ દ્વારા 40 ફૂટના પડદા પર નરેન્દ્ર મોદીની સિદ્ધિઓ સાથે સરકારની સફળતા દર્શાવતી 15 મિનિટની ફિલ્મ દર્શાવાશે. જે મંગળવારથી 7 વાગ્યે ચૂંટણી પંચની મંજૂરી સાથે 10 વાગ્યા સુધી બતાવામાં આવશે. જેમાં મંગળવારથી અમદાવાદ, રાજકોટ, વડોદરા, સુરતમાં ચૂંટણી પંચના ગાઈડ લાઈન પ્રમાણે શો થશે.

આમ બીજેપી ચૂંટણીના પ્રચાર પ્રસારમાં બધીજ રીતે આગળ છે. આમ અમારી મહેનત 23 તારીખે વધુમાં વધુ મતદાન કરાવી આવનાર 23 મેં ના રિઝલ્ટમાં અમને સફળતા મળશે અને ફરી 26 લોકસભા બીજેપી જીતશે અને સ્પષ્ટ બહુમતથી સરકાર બનાવીશું. તેવું મહેશ કશવાલાએ જણાવ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details