રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ પક્ષના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ પહોંચ્યાં અમદાવાદ - ભાજપ
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણી ખૂબ જ ચર્ચાસ્પદ બની છે. ત્યારે ભાજપ કોંગ્રેસ બંને પક્ષ પોતાના ઉમેદવારોને જીતાડવા માટે થઈ એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. ત્યારે ભાજપ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોંચ્યા છે.
રાજ્યસભાની ચૂંટણીને લઈ ભાજપ પક્ષના નિરીક્ષક ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ પહોંચ્યાં
અમદાવાદઃ કેન્દ્રીય ચૂંટણીપંચના નિરીક્ષકો સાથે ગુજરાતમાં ધારાસભ્યો સાથે બેઠક યોજાશે. આ દરમિયાન મતદાન અંગે અને અગ્રતા મુદ્દે ધારાસભ્યોને માહિતગાર કરાશે જ્યારે ભાજપના ધારાસભ્યોને ચૂંટણી સુધી ગાંધીનગરમાં રહેવાના આદેશ કરાયાં છે ત્યારે નિરીક્ષક તરીકે નિમાયેલ ભૂપેન્દ્ર યાદવ અમદાવાદ આવી પહોંચ્યાં છે. જેઓ ભાજપ ધારાસભ્યો સાથે બેઠક કરી ચૂંટણી અંગે માહિતગાર કરશે.