ગાંધીનગરગાંધીનગરમાં આજથી 2 દિવસીય રાષ્ટ્રીય મેયર સમિટનું આયોજન કરવામાં (Mayor Summit in Gandhinagar) આવ્યું છે, જેમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે. પી. નડ્ડા, મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા હતા.આ મેયર સમિટમાં 121 મેયરમાંથી 9 જેટલા મેયર ગેરહાજર રહ્યા હતા. જ્યારે અહીં આ ઉપરાંત ભાજપ શાસિત મહાનગરપાલિકાના મેયરો પણ આ સમિટમાં જોડાયા છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલ સંબોધન કર્યું હતું.
લોકોએ ભાજપ પર વિશ્વાસ મુક્યો અહીં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યૂઅલી સંબોધનમાં (PM Modi in Mayor Summit) જણાવ્યું હતું કે, દેશના શહેરી વિકાસનો રોડમેપ બનાવવા માટે આ સંમેલનની મુખ્ય ભૂમિકા છે. શહેરોના વિકાસ અંગે લોકોએ ભાજપ પર વિશ્વાસ રાખ્યો છે. સરદાર વલ્લભભાઈ પટેલે મેયર તરીકે અમદાવાદનું નેતૃત્વ કર્યું હતું. અહીં તેમણે દાયકાઓ સુધી મ્યુનિસિપાલિટીમાં જે કામ કર્યા તેને આજે પણ યાદ કરવામાં આવે છે.
ગુજરાતની સેવા કરવાની તક મળી વડાપ્રધાને જણાવ્યું (PM Modi in Mayor Summit) હતું કે, હું જે પણ ઉદાહરણ આપીશ તેમાં ગુજરાતની ચર્ચા રહેશે જ. કારણ કે, મેં ઘણા લાંબા સમય સુધી ગુજરાતની સેવા કરી છે. ગુજરાત એક માત્ર એવું રાજ્ય હતું જેણે બીઆરટી જેવો પ્રયોગ સૌપ્રથમ શરૂ કર્યો હતો. આજે આ વાત દેશમાં સામાન્ય થઈ ગઈ છે, પરંતુ ગુજરાતમાં ઘણા વર્ષો પહેલા ઈનોવેટિવ રિક્ષા સર્વિસ જી ઓટોઝની શરૂઆત થઈ હતી. આ ઈનોવેશન કોઈએ નહીં, પરંતુ ઓટોડ્રાઈવર્સની ટીમે કરી હતી. આજે રિજનલ રેપિટ ટ્રાન્સપોર્ટ સિસ્ટમ અને મલ્ટિમોડલ કનેક્ટિવિટીની એટલી ચર્ચા થાય છે, પરંતુ ગુજરાતમાં વર્ષો પહેલા જ મલ્ટિમોડલ કનેક્ટિવિટી પર કામ થયું છે.
મેટ્રો રૂટમાં થયો વધારો વડાપ્રધાને સંબોધનમાં (PM Modi in Mayor Summit) જણાવ્યું હતું કે, આ સંમેલનના માધ્યમથી આપણે એકબીજા પાસેથી નવું શીખવાનું છે. આઝાદીના અમૃત કાળમાં આજે ભારત પોતાના અર્બન ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર રોકાણ કરી રહ્યું છે. 2014 સુધી દેશમાં મેટ્રો નેટવર્ક 250 કિલોમીટરથી પણ ઓછું હતું. આજે દેશમાં 775 કિલોમીટરથી પણ વધુ થઈ ગયું છે. 1,000 કિમી મેટ્રો રૂટ પર કામ ચાલી રહ્યું છે. અમારો પ્રયાસ છે કે, અમારું શહેર હોલિસ્ટિક લાઈફ સ્ટાઈલનું કેન્દ્ર બને. આજે 100થી વધુ શહેરોમાં સ્માર્ટ સુવિધાઓનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ અભિયાન અંતર્ગત દેશભરમાં અત્યાર સુધીમાં 75,000 કરોડ રૂપિયાથી વધુના પ્રોજેક્ટ પૂર્ણ થઈ ચૂક્યા છે. આ એ જ શહેર છે, જે ભવિષ્યમાં અર્બન પ્લાનિંગના લાઈટ હાઉસ બનશે. આપણા શહેરોની મોટી સમસ્યા અર્બન હાઉસિંગની પણ છે.
સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું જોઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (PM Modi in Mayor Summit) ઉમેર્યું હતું કે, સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવું જોઈએ. તેનાથી પૈસા પણ બચે છે. ગરીબોની સાથે સાથે મધ્યમવર્ગીય લોકોના સપના પૂર્ણ કરવા પણ સરકારે હજારો કરોડ રૂપિયાની મદદ કરી છે. રેરા જેવા કાયદો બનાવીને લોકોના હિત સુરક્ષિત કર્યા છે.
સાબરમતી અને કાંકરિયાની સુરત બદલાઈ વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે,દરેક વોર્ડમાં શહેરની સુંદરતા પર સ્પર્ધા થવી જોઈએ. જનતાના વિશ્વાસને ટકાવી રાખવું એ આપણી જવાબદારી છે. એક સમયે કાંકરિયા અને સાબરમતીની કેવી સ્થિતિ હતી તે સૌ કોઈ જાણે છે. તેમ જ આજે અહીંની સ્થિતિ કેવી બદલાઈ ગઈ છે.
ચૂંટણીને ધ્યાનમાં રાખી કામ ન કરવું વડાપ્રધાને વધુમાં ઉમેર્યું હતું કે, ચૂંટણીને ધ્યાનમાં રાખીને કામ ન કરવું જોઈએ. ભાજપ પહેલી વાર અમદાવાદમાં સત્તા પર આવ્યું હતું. તે વખતે સરકારમાં ભાજપ પાટનગર હતું, ત્યારે બોપલ જેવા વિસ્તારોમાં સિટી બસ સેવા શરૂ કરી હતી, જેથી નાના સેટેલાઇટ શહેરનો વિકાસ વધ્યો હતો.