કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, 8 મહાનગરો અને 243 નગરપાલિકા ધરાવતું ગુજરાત રાજ્ય વરસાદ બાદ ખાડાઓનું ગઢ બન્યું છે. સામાન્ય વરસાદમાં જ રસ્તાઓ ધોવાઈ ગયા છે, પણ સરકાર સમારકામના નામે કરોડો રૂપિયા ફાળવી ભ્રષ્ટાચાર કરે છે. રાજ્યની ભોળી જનતા પાસેથી વિવિધ ટેક્ષના નામે પૈસા લઈ લેવામાં આવે છે, પરંતુ સામે કોઈ પણ પ્રકારની સગવડ પણ લોકોને મળતી નથી.
રોડ-રસ્તાના નામે ભ્રષ્ટાચાર કરતી દેશની નંબર વન ભાજપ સરકારઃ કોંગ્રેસ
અમદાવાદઃ ભારે વરસાદ બાદ રાજ્યમાં અનેક જગ્યાઓ પર રસ્તાની હાલત ખરાબ બની છે,રે ત્યારે અમદાવાદમાં પણ રોડ રસ્તાની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. આ વાતને લઈ કોંગ્રેસ દ્વારા ભાજપ સરકાર પર પ્રહાર કરવામાં આવ્યા છે કે, રોડ રસ્તાના સમારકામના નામે સૌથી વધુ ભ્રષ્ટાચાર કરતી સરકાર ગુજરાત સરકાર છે.
ફાઈલ ફોટો
દિવાળી પહેલા રોડ રસ્તાના સંપૂર્ણ પણે સમારકામ કરવાના મુદ્દે મનીષ દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યના મુખ્યપ્રધાન માત્ર એસી ચેમ્બર્સમાં બેસીને ઉદ્યોગપતિઓની પ્રશંસા કરે છે. દિવાળીમાં ખાડા પુરવા માટે કરોડો રૂપિયાની જાહેરાત તો કરાઈ છે, પરંતુ હવે કોન્ટ્રાક્ટરોની અને ભાજપની જ દિવાળી થશે.