- સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જીતવા ભાજપના જિલ્લા સંગઠનો તૈયાર
- અમદાવાદ જિલ્લાની બેઠક યોજાઈ
- વાસણા APMC ખાતે 2 દિવસમાં કુલ 6 બેઠક યોજાઇ
અમદાવાદ: ભારતીય જનતા પાર્ટીએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઇને તૈયારીઓનો આરંભ કરી દીધો છે. ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકનો દોર અટકયો છે, ત્યારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ભાજપના જિલ્લા સંગઠન જે-તે જિલ્લાની જિલ્લા પંચાયત, નગરપાલિકા, તાલુકા પંચાયતોની ચૂંટણીઓ જીતવા માટે વ્યૂહરચના બનાવવા માટે સક્રિય થયા છે.
અમદાવાદ જિલ્લાની બેઠકમાં જિલ્લા પ્રભારી રમીલા બારા અને શંકર ચૌધરી ઉપસ્થિત
અમદાવાદ જિલ્લામાં જિલ્લા પ્રભારી શંકર ચૌધરી અને સાંસદ રમીલા બારાની આગેવાનીમાં ગત 2 દિવસથી વાસણા APMC ખાતે જિલ્લાના હોદ્દેદારોની બેઠક યોજાઈ રહી છે. જેમાં મંડળના પ્રમુખ, જિલ્લા મોરચાના હોદેદ્દારો, ભાજપ મીડિયા સંગઠન, સંકલન સમિતિ અને બૃહદ સંકલન સમિતિનો સમાવેશ થાય છે.