ગુજરાત

gujarat

ETV Bharat / city

બીજલ પટેલ ફરી એકવાર વિવાદમાં: બાયો-ડાયવર્સિટી પાર્કના લોકાર્પણ સમયે સોશિયલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન

અમદાવાદના મેયર બિજલ પટેલ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. બાયો-ડાયવર્સિટી પાર્કના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર સહિત કોર્પોરેશનના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભુલ્યા હતા. બાયો-ડાવર્સિટી પાર્કના લોકાર્પણ પ્રસંગે રિબીન કાપતા દો ગજની દૂરીને નેતાઓ ભૂલ્યા હતા. મેયર, ઉપરાતં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાશક પક્ષના નેતા, દંડક અને ભાજપના અન્ય કોર્પોરેટરો પણ ઉપસ્થિત હતા.

બાયો-ડાયવર્સિટી  પાર્કના લોકાર્પણ સમયે સોશ્યિલ ડિસ્ટન્સનું ભૂલ્યા ભાન
બીજલ પટેલ ફરી એકવાર વિવાદમાં

By

Published : Oct 5, 2020, 8:17 PM IST

અમદાવાદ: અમદાવાદના મેયર બિજલ પટેલ ફરી એકવાર વિવાદોમાં સપડાયા છે. બાયો-ડાયવર્સિટી પાર્કના લોકાર્પણ કાર્યક્રમમાં મેયર સહિત કોર્પોરેશનના આગેવાનો સોશિયલ ડિસ્ટન્સિંગનું ભાન ભુલ્યા હતા. બાયો-ડાવર્સિટી પાર્કના લોકાર્પણ પ્રસંગે રિબીન કાપતા દો ગજની દૂરીને નેતાઓ ભૂલ્યા હતા. મેયર, ઉપરાતં ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, સાશક પક્ષના નેતા, દંડક અને ભાજપના અન્ય કોર્પોરેટરો પણ ઉપસ્થિત હતા.

બીજલ પટેલ ફરી એકવાર વિવાદમાં
ભાજપના શાસકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ન કરતા સવાલો ઉઠ્યા હતા. સોશિયલ ડિસ્ટન્સિંગના ભંગ બદલ શહેરીજનો પાસેથી લાખો રૂપિયાનો દંડ વસુલાય છે. થોડા સમય પહેલા IAS કક્ષાના ડેપ્યુટી કમિશનર પાસેથી માસ્ક મામલે એક હજાર રૂપિયાનો દંડ લેવાયો હતો, ત્યારે મેયર સહિતના કોર્પોરેશનના નેતાઓ પાસેથી દંડ વસુલાશે તેવા સવાલ ઉઠી રહ્યા છે. જો કે મહત્વનું છે કે, અવારનવાર ભાજપના નેતાઓ પણ રેલીઓ યોજીને સોશ્યિલ ડિસ્ટન્સનો ભંગ કરતાં જોવા મળે છે. એવામાં આજે મેયર દ્વારા પણ સામાજિક અંતરનો ભંગ થયો છે. શહેરીજનો પાસેથી લાખોનો દંડ ઉઘરાવતા અધિકારીઓ શુ મેયર પાસેથી દંડ વસુલશે કે કેમ તે જોવું રહ્યું.

ABOUT THE AUTHOR

...view details