- લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટનો મનાઈ હુકમ
- ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે ફરમાવ્યો મનાઈ હુકમ
- આંતરધર્મીય લગ્નના કિસ્સામાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન
- બળજબરી દબાણ કે લોભ લાલચ લગ્ન થયા છે તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં
અમદાવાદ: લવ જેહાદના કાયદા બાબતે સૌથી મોટા સમાચાર સામે આવ્યાં છે. લવ જેહાદના કાયદાની અમુક કલમોની અમલવારી પર હાઇકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. ગુજરાત ધર્મ સ્વતંત્રતા (સુધારા) કાયદાની કલમ 3, 4, 5 અને 6માં લગ્નની બાબતમાં થયેલા સુધારાની અમલવારી ઉપર હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે.
આ પણ વાંચો- જાણો શું છે ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય સુધારા અધિનિયમ 2021 ( Love Jihad Act ) ?
માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન
આંતરધર્મીય લગ્નના કિસ્સાઓમાં માત્ર લગ્નના આધાર પર એફઆઈઆર થઈ શકશે નહીં તેવું હાઈકોર્ટનું અવલોકન છે. બળજબરી, દબાણ કે લોભ લાલચથી લગ્ન થયા છે, તેવું પુરવાર કર્યા સિવાય એફઆઈઆર થઈ શકશે નહીં, તેઓ હાઇકોર્ટ દ્વારા હુકમ કરવામાં આવ્યો છે.