અમદાવાદઃ શહેરમાં અષાઢી સુદ બીજ (1 જુલાઈ)ના દિવસે ભગવાન જગન્નાથજીની 145મી રથયાત્રા (Ahmedabad Rathyatra 2022) નીકળશે. આ પહેલા આજે (બુધવારે) જમાલપુર મંદિરમાં ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ (Netrotsav Vidhi at Jagannath Temple) અને ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ અહીં ભંડારાનું આયોજન (Bhandaro at Jagannath Temple) કરવામાં આવ્યું હતું.
હજારો કિલોમાં બનાવ્યો હતો પ્રસાદ પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યા ઉપસ્થિત - જગન્નાથજી મંદિરમાં યોજાયેલા ભંડારામાં રાજ્ય અને દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુ સંતો તેમ જ રાજ્યના પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ (Former Deputy CM Nitin Patel at Jagannath Temple) ઉપસ્થિત રહ્યા હતા. કોરોના મહામારીના કારણે 2 વર્ષ પછી અહીં સાધુસંતો આરામથી જમ્યા હતા.
પૂર્વ નાયબ મુખ્યપ્રધાન પણ રહ્યા ઉપસ્થિત હજારો લોકોએ ભંડારાનો લીધો લ્હાવો -ભગવાન જગન્નાથજીના મંદિર (Ahmedabad Rathyatra 2022) પરિસરમાં જ બપોરે 12 વાગ્યે ભગવાનના ભંડારાનું આયોજન (Bhandaro at Jagannath Temple) કરવામાં આવ્યું હતું. અહીં દેશભરમાંથી મોટી સંખ્યામાં સાધુસંતો ઉપસ્થિત રહ્યા હતા. ભંડારામાં જાતજાતના અને ભાતભાતના ભોજન પીરસવામાં આવ્યા હતા. અહીં અંદાજે 20,000 લોકોએ ભંડારાનો લ્હાવો લીધો હતો.
હજારો કિલોમાં બનાવ્યો હતો પ્રસાદ -આ વખતે ભંડારા માટે 3,000 લિટર દૂધપાક, 2,000 કિલોના માલપૂઆ, 1,000 કિલો બટેકાનું શાક, 1,000 કિલો દેશી ચણાનું શાક, 1,000 કિલો ભાત, 1,000 કિલો ભજિયા, 1,000 કિલો ઘઉંના લોટની (Bhandaro at Jagannath Temple) પૂરી બનાવવામાં આવી હતી.
સાધુ સંતોએ પ્રસાદનો લીધો લ્હાવો આ પણ વાંચો-Ahmedabad Rathyatra 2022: રથયાત્રા અંગે CR પાટીલે શું કહ્યું, જાણો
કાળીરોટી ધોળી દાળનો પ્રસાદ લઈ સંતો થયા ખુશ- અહીં ઉપસ્થિત ગૌભક્ત ચૈતન્ય શંભુ મહારાજે જણાવ્યું હતું કે, આ વિયોગ પછીનો આનંદ છે. જેમ ગોપીઓ ભગવાન કૃષ્ણ જોડે છૂટા પડ્યા જે વિયોગ હોય છે. તેવો આ વિયોગ હતો. ભગવાન જગન્નાથજીનો તો અનેરો મહિમા છે જ. તેવામાં આ ભંડારમાં કાળી રોટી ધોળી દાળનો પ્રસાદથી પણ સંતોમાં ખુશી જોવા મળી રહી છે.
આ પણ વાંચો-ભગવાન જગન્નાથજીની નેત્રોત્સવ વિધિ, ગૃહ રાજ્યપ્રધાને આપી વિશેષ માહિતી
બે વર્ષ બાદ રથયાત્રા નીકળતા સાધુમાં ભારે ઉત્સાહ - આ સાથે જ સરસપુરના મહંત રાજુદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કારણ કે. કોરોના મહામરીના 2 વર્ષ બાદ આ વર્ષે ભગવાન શહેરની નગરચાર્ય (Ahmedabad Rathyatra 2022) નીકળવાના છે. સાધુ સંતોમાં ભારે ઉત્સાહ જોવા મળે માડી રહ્યો છે. ખાસ કરીને આજે જે ભંડારા કાળી રોટી અને ધોળી દાળનો પ્રસાદ લઈ સાધુ આનંદિત થાય છે.
સાધુનું કામ હિન્દુ ધર્મનું રક્ષા કરવાનું છે -તો વિજયદાસજી મહારાજે જણાવ્યું હતું કે, આ વર્ષે ભગવાન જગન્નાથજીની રથયાત્રા ગુજરાત સરકારની કામગીરી ઉત્તમ પ્રકારની રહી છે. આજ ભગવાન જગન્નાથજી (Ahmedabad Rathyatra 2022) સાધુસંતોનું મંદિરના મહંત દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. તે જોઈ ખુશી થાય છે. ખરેખર આપણી પરંપરા મુજબ સાધુએ હિન્દુ ધર્મનું રક્ષણ કરવાની ફરજ છે.