ગુજરાત

gujarat

By

Published : May 24, 2020, 12:02 AM IST

ETV Bharat / city

જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલાને શંકાસ્પદ કોરોના, સ્થિતિ ગંભીર

ગણેશજી અને હનુમાનજીના પરમ ભક્ત એવા અને જાણીતા જ્યોતિષાચાર્ય બેજાન દારૂવાલા શંકાસ્પદ કોરોના છે. તેમને ન્યૂમોનિયાની અસર અને અસ્થમાની તકલીફ હતી. જેથી તેમને અમદાવાદની ભાટમાં આવેલ એપોલો હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા છે. તેમની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

bejan daruwala serious health
જાણીતા જ્યોતિષી બેજાન દારૂવાલા શંકાસ્પદ કોરોના, સ્થિતિ ગંભીર છે

અમદાવાદઃ કોરોના અંગે વિવિધ આગાહી કરનાર બેજાન દારુવાલાને આજે શંકાસ્પદ કોરોના થયો હોવાનું હોસ્પિટલ દ્વારા જાહેર કરાયું છે. તેઓ 90 વર્ષની ઉમરના છે. તેમને પહેલેથી અસ્થમાની તકલીફ તો હતી જ અને તેઓ ચેઈન સ્મોકર પણ હતા. જેને કારણે તેમના ફેફસા નબળા પડી ગયા હતા, પણ આજે તેમને ન્યૂમોનિયાની અસર થઈ હતી, જેથી તેમને એપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા છે અને તેઓ લાઈફ સપોર્ટ સીસ્ટમ પર છે. તેમની તબિયત અતિગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

બેજાન દારૂવાલાના પુત્ર નસ્તુરભાઈ દારૂવાલાએ ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, મારા પપ્પાને કોરોના શંકાસ્પદ છે, તેવું ડૉકટર કહે છે, પણ અમે માનવા તૈયાર નથી. અમારા પરિવારના લાકો તેમના લાંબા આયુષ્ય માટે ગણેશજી અને હનુમાનજીની પ્રાર્થના કરી રહ્યાં છીએ અને મહામૃત્યુજંય મહામંત્રનો જાપ કરી રહ્યાં છે. શિવ જ બચાવનાર છે. તમે પણ બેજાન દારૂવાલા માટે પ્રાર્થના કરજો.

નસ્તુરભાઈ દારૂવાલાએ વધુમાં કહ્યું હતું કે, અમે કોરોનાની વેકસીન શોધી કાઢી છે. તમામ લોકો આ મહામારીના સમયમાં મહામૃત્યુજંય મહામંત્રનો જાપ કરે. કોરોના તો શું કોઈ વાયરસ તેને સ્પર્શી નહીં શકે.

ABOUT THE AUTHOR

...view details