ગુજરાત

gujarat

રથયાત્રા પૂર્વે ક્રાઇમ બ્રાન્ચે હથિયારો સાથે બે આરોપીઓને પકડી પાડ્યા

By

Published : Jun 19, 2022, 9:19 PM IST

રથયાત્રાને લઈને ક્રાઈમ બ્રાન્ચ દ્વારા અલગ અલગ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ક્રાઈમ બ્રાન્ચને બાતમી મળી હતી કે, નરોડાના રીઢા ગુનેગાર ધમા બારડના સાગરીતો ગાડીમાં હથિયાર લઈને ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની ફિરાકમાં છે. જેને લઈને અલગ અલગ જગ્યાએથી સુનિલ મારવાડી અને અંકિત શર્મા નામના 2 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે.

RATHYATRA
RATHYATRA

અમદાવાદ : પકડાયેલા આરોપીઓ પાસેથી 2 પિસ્તોલ, 4 કારતુસ, 3 તલવાર, નંબર પ્લેટ વિનાની સ્કોર્પિયો અને નંબર પ્લેટ વિનાની સ્વીફ્ટ કાર કબ્જે કરવામાં આવી છે. હથિયારો અંગે આરોપીઓની પૂછપરછ કરતા આ હથિયારો અગાઉ હત્યા, હત્યાની કોશિશ, ધાડ, લૂંટ, મારામારી જેવા ગંભીર ગુનાના આરોપી ધમા બારડના હોવાનું જાણવા મળ્યું છે. આ ગુનાનો મુખ્ય આરોપી ધમો બારડ ફરાર છે. જેને શોધવા માટે ક્રાઈમ બ્રાન્ચે તજવીજ હાથ ધરી છે

બે આરોપીઓની કરાઇ ધરપકડ - ​​​​​​ખાડીયા વિસ્તારમાં થોડા દિવસ અગાઉ રાકેશ મહેતા નામના વ્યક્તિની જાહેરમાં મોન્ટુ નામદારે હત્યા કરી હતી. મોન્ટુ નામદાર સાથે અન્ય 2 આરોપીઓ પણ હત્યામાં સંડોવાયેલા હતા, તેમની પણ ધરપકડ કરવામાં આવી છે. હત્યા મામલે ક્રાઈમ બ્રાન્ચ તપાસ કરી રહી હતી. 9 જૂને મોન્ટુ નામદારની ધરપકડ કરવામાં આવી હતી. વિશ્વ રામી અને જયરાજ દેસાઈની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી છે. આ આરોપીની ધરપકડ કરીને ક્રાઈમ બ્રાન્ચે વધુ તપાસ હાથ ધરી છે.

TAGGED:

RATHYATRA

ABOUT THE AUTHOR

...view details