- ગુજરાત કોંગ્રેસમાં આવી શકે મોટા ફેરફાર
- જુના જોગીઓને કાપી, યુવાનોને મળશે ગુજરાત કોંગ્રેસની કમાન
- હાર્દિક પટેલ, જીગ્નેશ મેવાણી, અને જગદીશ ઠાકોરનું નામ મોખરે
અમદાવાદ : ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly elections 2022 )પહેલા રાજ્ય સરકાર બાદ હવે કોંગ્રેસ (Gujarat Congress )માં પણ મોટા ફેરફારના એંધાણ વર્તાઇ રહ્યા છે, છેલ્લા કેટલાય વર્ષોથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો દેખાવ ખુબ જ નબળો જોવા મળી રહ્યો છે, તે જોતા કોંગ્રેસ હાઇકમાન્ડે ગુજરાત કોંગ્રેસ પ્રદેશના નેતાઓને અંધારામાં રાખીને ગુપ્ત સર્વે કરાયો હોવાની ચર્ચા વહેતી થઈ છે. જેમાં ચોંકાવનારા તારણો બહાર આવ્યા છે કે, ગુજરાતના જૂના જોગીઓ જ કોંગ્રેસને ડુબાડી રહ્યા છે, ત્યારે હવે એ સ્વચ્છ પ્રતિભા ધરાવતા યુવાનોને પક્ષની કમાન સોંપવામાં આવી શકે છે.
ભાજપના પગલે કોંગ્રેસ પણ વધ્યું આગળ ?
કોંગ્રેસ હાઈકમાન્ડ પણ હવે ભાજપના માર્ગે જઈ રહી છે, ગુજરાતમાં જૂના જોગીઓને ઘરભેગા કરી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા નિશાળિયાઓ કહી શકાય તેવા ધારાસભ્યોના હાથમાં રાજ્યનું સુકાન સોંપી દીધું છે, ત્યારે કોંગ્રેસ હાઇકમાન્ડે પણ આ જ માર્ગ અપનાવી પંજાબમાં નેતૃત્વ પરિવર્તન કર્યું છે. તો બીજી તરફ રાજસ્થાનમાં પણ કોંગ્રેસ પરિવર્તન તરફ આગળ વધી રહી છે, ત્યારે ગુજરાતમાં અત્યારે વિપક્ષ જેવું કશું જ જોવા મળી રહ્યું નથી, તેવો રાજ્યની પ્રજાને અહેસાસ થઇ રહ્યો છે.
ગુજરાત કોંગ્રેસમાં સરપ્રાઈઝ આવશેઃ દિલીપ ગોહિલ
જાણીતા રાજકીય તજજ્ઞ દિલીપ ગોહિલે ETV Bharat સાથેની વાતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે રાજકીય પાર્ટીઓ ખાનગી સર્વે કરાવતી રહેતી હોય છે, તેવી રીતે કોંગ્રેસ હાઈકમાન્ડે પણ ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર સર્વે કરાવ્યો છે. આ સર્વેમાં સામે આવ્યું છે કે, ગુજરાતમાં ચર્ચા છે કે કેટલાક વરિષ્ઠ નેતા પાર્ટીને નુકસાન થાય તેવા કાર્યો કરી રહ્યા છે અને ભાજપને ફાયદો થાય તેવા કામ થયા છે. આ ચર્ચાને અંતે એવું તારણ કાઢી શકાય કે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અને વિપક્ષના નેતાની પસંદગીમાં નવો અને યુવાન ચહેરો લાવવામાં આવશે. પંજાબમાં કોંગ્રેસે મુખ્યપ્રધાન પદ માટે નવો જ ચહેરો આપી દીધો અને સરપ્રાઈઝ આપ્યું છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ થઈ શકે છે.
હાઈકમાન્ડ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ મુકશે
દિલીપ ગોહિલે વધુમાં કહ્યું હતું કે, આવી જ સરપ્રાઈઝ ગુજરાતમાં પણ થશે, આથી આ ચર્ચાએ વધુ જોર પકડ્યું છે. ગુજરાતમાં નવું થઈ શકે છે, કોને પસંદ કરાશે અને તે કેટલા સફળ થશે. ભાજપની નો રિપીટ થિયરી કોંગ્રેસ અપનાવી શકે છે. હાર્દિક પટેલે પાટીદાર અનામત આંદોલન ચલાવ્યું અને તે કોંગ્રેસમાં જોડાયા, આ બાદ કોંગ્રેસ હાઈકમાન્ડે તેમને કાર્યકારી પ્રમુખ બનાવ્યા હતા. જો કે હાર્દિક સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં ફેઈલ ગયા હતા, પાટીદારોને તેમની સાથે લેવામાં તે નિષ્ફળ રહ્યા હતા, આ સંજોગોમાં પાર્ટી હાઈકમાન્ડ હાર્દિક પટેલ પર કેટલો વિશ્વાસ મુકે છે, તે માટે હાર્દિકને લેવામાં હાઈકમાન્ડ અચકાઈ શકે છે. જિગ્નેશ મેવાણી દલિત ચેહરો છે, તેઓ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. 2017માં વિધાનસભમાં પહેલીવાર અથવા બીજીવાર ચૂંટાઈને આવ્યા હતા, તેમનામાંથી યુવા નેતાઓની પસંદગી કરવી જોઈએ, એવું મારુ માનવું છે, પરંતુ કોંગ્રેસ આ વખતે સરપ્રાઈઝ આપશે, તે નક્કી છે.
શું શાસકપક્ષ સાથે કોંગ્રેસની સાંઠગાંઠ ?