ગુજરાત

gujarat

ETV Bharat / city

લો બોલો! માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ શહેરના મેયર દ્વારા તુલસીના રોપાઓ આપવામાં આવશે - ઈટીવી ભારત

વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન છે. જે જગ્યાએ આ કાર્યક્રમનું સ્થળ મેયર તુલસીના રોપ આપવા જવાના છે તે મંગલ મૂર્તિ એપાર્ટમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટેન્ટ જાહેર કરવામાં આવેલો છે.

લો બોલો! માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ શહેરના મેયર દ્વારા તુલસીના રોપાઓ આપવામાં આવશે
લો બોલો! માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ શહેરના મેયર દ્વારા તુલસીના રોપાઓ આપવામાં આવશે

By

Published : Jun 4, 2020, 8:24 PM IST

અમદાવાદઃ વિશ્વ પર્યાવરણ દિન નિમિત્તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા પાંચ લાખ તુલસી છોડનું વિતરણ કરવાનું આયોજન છે. પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી શુક્રવારે પ્રતીકરૂપે માત્ર 50 તુલસી રોપાનું વિતરણ સોશિયલ ડિસ્ટન્સ જાળવીને કરવામાં આવશે. પરંતુ પહેલી તારીખે જ મંગલ મૂર્તિ એપાર્ટમેન્ટને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કન્ટેન્ટ જાહેર કરવામાં આવ્યું છે એટલે કે આજ એપાર્ટમેન્ટમાંથી કોરોના પોઝિટિવના દર્દીઓ મળી આવ્યાં છે. તેમ છતાંય મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એપાર્ટમેન્ટ ખાતે તુલસીના રોપા આપવાનું આયોજન કરવામાં આવ્યું છે.

લો બોલો! માઈક્રો કન્ટેન્ટમેન્ટ ઝોનમાં જ શહેરના મેયર દ્વારા તુલસીના રોપાઓ આપવામાં આવશે
તુલસીનો છોડ પવિત્ર ગણાય છે. કોરોનાની મહામારીમાં તુલસીનો ઉપયોગ મોટા પાયે થઈ રહ્યો છે. તુલસીના છોડની ઉપયોગિતા હાલ અત્યંત વધી છે. આવા સમયે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને તુલસીના રોપાનું વિતરણ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ માઈક્રો કન્ટેન્ટ ઝોનમાં તુલસીના રોપા લોકોને આપવું કે કેટલુ વ્યાજબી ગણી શકાય. આ પહેલાં પણ મેયર દ્વારા મેંગો ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના લીધે પણ લોકો મેયર પર રોષે ભરાયાં છે ત્યારે ફરી વખત આ આયોજન પરથી એવું લાગી રહ્યું છે કે, ક્યાંક ને ક્યાંક મેયર લોકોના રોષનો શિકાર બનશે.

ABOUT THE AUTHOR

...view details