ગુજરાત

gujarat

ETV Bharat / city

Bajrang Dal Protest : કોંગ્રેસના ગાલ પર કાળો ટીકો, કાર્યાલય પર લખાયું 'હજ હાઉસ' - જગદીશ ઠાકોરનું વિવાદીત નિવેદન

કોંગ્રેસ માઈનોરિટી સેલના કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે આપેલા નિવેદનના (Jagdish Thakor Statement) કારણે રાજકારણ ગરમાયું છે. જગદીશ ઠાકોરે નિવેદનને લઈને બજરંગ દળે ભારે વિરોધ કર્યો છે. આ નિવેદનને લઈને બજરંગ (Bajrang Dal Protest Against Congress) દળ કોંગ્રેસ સામે મેદાને પડ્યું છે.

Bajrang Dal Protest : કોંગ્રેસના બેનર પર કાળા ડાઘ, કાર્યાલય પર લખાયું હજ હાઉસ
Bajrang Dal Protest : કોંગ્રેસના બેનર પર કાળા ડાઘ, કાર્યાલય પર લખાયું હજ હાઉસ

By

Published : Jul 22, 2022, 11:23 AM IST

Updated : Jul 22, 2022, 3:49 PM IST

અમદાવાદ :બજરંગ દળ અને વિશ્વહિન્દુ પરિષદના યુવાનો દ્વારા વહેલી સવારે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયની દીવાલ પર હજ હાઉસ લખવામાં આવ્યું હતું. આ ઉપરાંત કોંગ્રેસના નેતાઓ પર કાળી શાહી લાગવામાં આવી હતી. ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર બે દિવસ પહેલા આપેલા વિવિદાસ્પદ નિવેદનથી બજરંગ દળના યુવાનો દ્વારા વહેલી સવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે કાળી શાહીથી (Bajrang Dal Protest Against Congress) હજ હાઉસ લખવામાં આવ્યું હતું. આ તમામ બાબતને લઈને કોંગ્રેસે સીધો આક્ષેપ ભાજપ સરકાર પર કર્યો હતો.

કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીના ભાજપ પર આકરા પ્રહાર

આ પણ વાંચો :પાર્ટી છોડનારા નેતાઓ અંગે કૉંગ્રેસ પ્રભારીએ કંઈક આ રીતે માર્યો ટોણો

કોંગ્રેસના બેનર પર કાળી શાહી -બજરંગ દળના યુવાનો દ્વારા જગદીશ ઠાકોરના નિવેદન પર વહેલી સવારે કોગ્રેસના સોનિયા ગાંધી ,જગદીશ ઠાકોર, સુખરામ રાઠવા, રઘુ શર્મા ફોટો પર કાળી શાહી લગાવીને ભારે વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ગુજરાત કોંગ્રેસ સમિતિ ઓફિસ બહાર (Bajrang Dal Protest) દીવાલ પર ગુજરાત કોંગ્રેસ સમિતિ નહીં પણ હજ હાઉસ લખવામાં આવ્યું છે.

કોંગ્રેસના ગાલ પર કાળો ટીકો, કાર્યાલય પર લખાયું 'હજ હાઉસ'

કોંગ્રેસના ભાજપ પર આકરા પ્રહાર - કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, દેશના દરેક નાગરિકને જીવન જીવવાનો અધિકાર ભાજપ સરકારે છીનવી રહી છે. ગરીબ બાળકના દૂધ, દહીં પર ભાજપ સરકારે GST લગાવી રહી છે. 52 લાખ બાળકોને મધ્યાહન ભોજનથી વંચિત ભાજપ સરકાર રાખી રહી છે.આદીવાસીઓના બાળકો આજે કુપોષણનો શિકાર બનતા રહે છે. પરંતુ આ ઘટનાને અમે ગંભીરતાથી નથી લેતા આ કામ જે લોકોએ કર્યું છે. તે આ સરકારથી ગુમરાહ થયેલા છે. ભાજપ સરકાર હિન્દુ પર જાતિ પર લડીને સત્તા પર આવી છે. હિન્દૂના અવસાન બાદ જે અંતિમ ક્રિયા કરવામાં આવે છે. તેની સામગ્રી પર 18 ટકા GST લગાવી દીધો છે. ભાજપ સરકાર GST ના નામે લૂંટ ચલાવી રહી છે. રાજ્યમાં હાલ 10 ઈંચ વરસાદ પડે તો લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે.ભાજપ સરકારનો વિકાસ ખાડામાં છે. એટલે આવા કામો કરી રહ્યા છે.

કોંગ્રેસના ગાલ પર કાળો ટીકો

આ કારનામા અગાઉ પણ ભાજપ કર્યા - દોશીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં હાલ 10 ઈંચ વરસાદ પડે તો લોકોના ઘરમાં પાણી ઘુસી જાય છે. ભાજપ સરકારનો વિકાસ ખાડામાં છે. એટલે આવા કામો કરી રહ્યા છે. ભાજપ સરકારથી જનતા પરેશાન થઈ ચુકી છે. આવનારી ચૂંટણી ભાજપ સરકારે હાર દેખાઈ રહી છે. જેના કારણે આવા કામ કરે છે. અગાઉ ઓન 2007, 2012, 2017 પણ આવા કારનામા કર્યા હતા. ભાજપ સરકારે સત્તા જવાનો ભય છે. એટલે આવું કામ કરે છે.પરંતુ કોંગ્રેસ કંઈ ફરક નહીં પડે. કેમ કે, ગુજરાતની જનતાએ મન બનાવી ને જ લીધું છે કે આવનાર વિધાનસભા કોંગ્રેસની સરકાર બનશે.

કોંગ્રેસના બેનર પર કાળા ડાઘ

આ પણ વાંચો :Gujarat Congress Protest : ED ઓફિસે રાહુલ ગાંધીની પૂછપરછ મામલે ગુજરાત કોંગ્રેસનું વ્યાપક વિરોધ પ્રદર્શન, ઠાકોરે કહી નાખ્યું આવું

શુ હતું નિવેદન -ગુજરાત કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોર નિવેદન આપતા જણાવ્યું હતું કે, કૉંગ્રેસ તેમની વિચારધારા સાથે જોડાયેલી છે. તે સત્તા પર હોય કે ના હોય પણ તેમની વિચારધારા સાથે જ હંમેશા રહી છે. દેશના વડાપ્રધાન દેશની સંપત્તિ પર જનતાનો હક છે. પણ જગદીશ ઠાકોર નિવેદન આપ્યું હતું કે, દેશની સંપત્તિ પર (Gujarat Congress Committee) લઘુમતી સમાજનો હક છે. દેશનું બંધારણ કોંગ્રેસ ઘડ્યું છે. હું જે પણ બોલ્યો છું તે મર્યાદામાં જ રહીને બોલ્યું છું. કોંગ્રેસ છેલ્લા 70 વર્ષથી ધર્મ આધારિત રાજનીતિ કરી રહી છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નિવેદનથી હિન્દુ ધર્મના લોકોને લાગણી દુભાઈ છે. આ દેશમાં કોઈ એક ધર્મ વિશે નહીં પરંતુ 135 કરોડ દેશની જનતા વિશે વાત કરવી જોઈએ. કોંગ્રેસ 70 વર્ષથી લઘુમતી સમાજને ખુશ જ રાખવાનું કામ કર્યું છે.

કોંગ્રેસના બેનર પર કાળા ડાઘ
Last Updated : Jul 22, 2022, 3:49 PM IST

ABOUT THE AUTHOR

...view details