અમદાવાદ- વર્ષ 2018માં 14.84 કરોડના ડ્રગ્સ કેસમાં પકડાયેલા મુખ્ય આરોપી (Main accused arrested in the drugs case in 2018 ) રફીકને હાઈકોર્ટે પોલીસ જાપ્તા સાથેના વચગાળાના ત્રણ દિવસના જામીન (Bail to Drugs case Accused )મંજૂર કર્યા છે. ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ટીમ દ્વારા વર્ષ 2018માં રફીકને હેરોઇન સાથે પકડીને તેની ધરપકડ કરવામાં આવી હતી.
શું છે કારણ - જામીન માટે થઈને અરજદારના વકીલની રજૂઆત હતી કે અરજદારના દીકરીના નિકાહ છે. તો તે માટે તેને વચગાળાના જામીન આપવામાં આવે. નિકાહમાં પિતાની હાજરી હોવી ખૂબ જ જરૂરી છે તો બીજી તરફ સરકારી વકીલે અરજદારને જામીન આપવા સામે વિરોધ કર્યો હતો.
આ પણ વાંચોઃ નાર્કોટિક્સના કુખ્યાત આરોપી શાહીદ સુમરાના 8 દિવસના રિમાન્ડ મંજૂર
મુખ્ય આરોપી છે રફીક-જોકે સુનાવણી સાંભળ્યા બાદ હાઇકોર્ટે ડ્રગ્સ કેસના મુખ્ય આરોપી (Main accused arrested in the drugs case in 2018 ) એવો રફીક આમદ સુમરાના (Drug case accused Rafiq Amad Sumra ) ત્રણ દિવસના વચગાળાના જામીન (Bail to Drugs case Accused )મંજૂર કર્યાં હતાં. જોકે તે દરમિયાન રફીક પોલીસ જાપ્તામાં રહેશે. રફીકને તેની દીકરીના નિકાહમાં હાજરી આપવા માટે હાઇકોર્ટે રૂપિયા 5000 ના પર્સનલ બોન્ડ પર વચગાળાના જામીન આપ્યા છે અને સાથેસાથે પોલીસ જાપ્તાનો ખર્ચ પણ તેણે- અરજદારે ભોગવવાનો રહેશે.
આ પણ વાંચોઃ આશરે 2,500 કરોડનું ડ્રગ્સ ISIના ઈશારે ભારતમાં ડ્રગ્સ સપ્લાય કરતો શાહીદ ઝડપાયો
કેસની વિગત - સમગ્ર કેસની વિગત જોઈએ તો વર્ષ 2018માં ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ટીમ દ્વારા મુખ્ય આરોપી ((Main accused arrested in the drugs case in 2018 ) ) રફીકની 18.84 કરોડના હેરોઈન સાથે ધરપકડ કરવામાં આવી હતી. રફીક પર આરોપ હતો કે તે પાકિસ્તાનથી દરિયાઇ માર્ગે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડી રહ્યો હતો. આની સાથે સાથે રફીક સામે એનડીપીએસ એક્ટ (NDPS Act ) અને અનલોફૂલ એક્ટિવિટીઝ એક્ટની (Unlawful Activities Act) વિવિધ કલમો હેઠળ પણ ફરિયાદ નોંધવામાં આવી છે.