ગુજરાત

gujarat

ETV Bharat / city

કોરોનાની સારવાર અંગે રાજકોટની શુક્લા આશર કંપનીને આયુષ મંત્રાલયએ ફટકારી નોટિસ - Shukla Asher Company rajkot

રાજકોટની શુક્લા આશર કંપનીએ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. જેમાં કોરોનાની સારવાર અને નિયમન માટે તબીબી પરિક્ષણ કરાયેલી ભારતની સૌપ્રથમ દવા શોધી હોવાનો દાવો કર્યો હતો.

કોરોનાની સારવારનો ખોટો દાવો કરતી રાજકોટની શુક્લા આશર કંપનીને આયુષ મંત્રાલયની નોટિસ
કોરોનાની સારવારનો ખોટો દાવો કરતી રાજકોટની શુક્લા આશર કંપનીને આયુષ મંત્રાલયની નોટિસ

By

Published : Apr 21, 2021, 9:01 PM IST

  • કોરોનાની અસરકારક દવાનો દાવો કરતી કંપનીને આયુષ મંત્રાલયની નોટિસ
  • રેમડેસીવીર કરતા અસરકારક દવાનો કર્યો હતો દાવો
  • રોગપ્રતિકારક શક્તિ વધારતી આયુર્વેદિક દવાને પ્રમોશનમાં ખોટા દાવા

અમદાવાદઃ રાજકોટની શુક્લા આશર કંપનીએ અમદાવાદમાં એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરીને કોરોનાની સારવાર અને નિયમન માટે તબીબી પરિક્ષણ કરાયેલી ભારતની સૌપ્રથમ દવા શોધ્યાનો દાવો કર્યો હતો. તેનું ટેસ્ટિંગ અમદાવાદની એસવીપી તેમજ સોલા સિવિલ હોસ્પિટલમાં કરાયું હોવાનો દાવો કર્યો હતો. સાથે જ આ દવા અસરકારક સાબિત થઇ હોવાનો પણ દાવો કર્યો હતો. જેનું સોલા સિવિલ હોસ્પિટલના પ્રિન્સીપલ ઇન્વેસ્ટિગેટર પારુલ ભટ્ટે સમર્થન કર્યું હતું.

આ પણ વાંચોઃકોરોનિલ દવા મામલે ઉત્તરાખંડ સરકારે પતંજલિને નોટિસ ફટકારી

કેન્દ્રીય આયુષ મંત્રાલયે ગુજરાતના આયુર્વેદ લાયસન્સીંગ ઓથોરિટીને કંપની સામે પગલાં લેવા આદેશ કર્યોં

કંપનીએ સ્વીકાર્યું હતું કે, સંશોધનના અંતે આ એક સપ્લીમેન્ટરી આયુર્વેદિક દવા છે. પરંતુ તેમ છતાં કંપનીએ જાહેર કરેલા પત્રમાં કેટલાક ખોટા દાવા કર્યા હોવાનું માધ્યમો દ્વારા કેન્દ્ર સરકારના આયુષ મંત્રાલયને ધ્યાને આવ્યું હતું. આયુષ મંત્રાલયે ગુજરાતના આયુર્વેદ લાયસન્સીંગ ઓથોરિટીને સાત દિવસની અંદર જવાબ રજૂ કરવા કંપની સામે નોટિસ કાઢી છે. તેના ડિરેક્ટર અને સંશોધક સામે કડક પગલા લેવાય તેવી શક્યતા સેવાઇ રહી છે. કંપનીના પત્રમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે, આ દવા રેમડેસીવીર કરતા ત્રણગણી વધુ અસરકારક છે. જ્યારે કોરોના વેક્સિન કરતા પણ વધુ અસરકારક હોવાનો દાવો કરતા સરકાર દ્વારા કંપની સામે લાલ આંખ કરવામાં આવી છે.
આ પણ વાંચોઃકોરોનિલ દવા બનાવવા પર રામદેવ બાબા વિરૂદ્ધ કોર્ટમાં અરજી

અન્ય જોગવાઈઓનું પણ ઉલ્લંઘન

આ ઉપરાંત આયુષ મંત્રાલયે નોંધ્યું છે કે, કંપનીએ દવા ફોર્મ્યુલેશનના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત દવા સંદર્ભે ભ્રામક માહિતી પણ ફેલાઈ છે. આવા છ થી સાત કારણો સહિત કંપનીને નોટિસ આપવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details