ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં વિશ્વ કેન્સર દિવસને લઈ અવેરનેસ કેમ્પ કરવામાં આવશે - વિશ્વ કેન્સર દિવસની ઉજવણી

વિશ્વના લોકોને કેન્સર વિરૂદ્ધ લડાઈ માટે એકઠા કરવા દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસ મનાવવામાં આવે છે. જેનો મૂળ ઉદ્દેશ્ય કેન્સર અંગે જાગરૂતતા ફેલવવાનો છે. સમગ્ર વિશ્વની સરકાર અને વ્યક્તિઓને સમજાવવા તથા દર વર્ષે કેન્સરથી મરનારા લાખો લોકોને બચાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે. 1933માં આંતરરાષ્ટ્રીય કેન્સર નિયંત્રણ સંઘે સ્વિત્ઝરલેન્ડના જિનેવામાં પ્રથમ વખત વિશ્વ કેન્સર દિવસ મનાવ્યો હતો.

ETV BHARAT
અમદાવાદમાં વિશ્વ કેન્સર દિવસને લઈ અવેરનેસ કેમ્પ કરવામાં આવશે

By

Published : Feb 4, 2020, 4:02 AM IST

અમદાવાદ: હાલના સમયમાં વિશ્વમાં દર વર્ષે કેન્સરને કારણે 76 લાખ લોકોના મોત થાય છે. જેમાં 40 લાખ લોકો સમય પહેલા (30થી 69 વર્ષ) મૃત્યુ પામે છે. આ ઉપરાંત 2025 સુધીમાં કેન્સરને કારણે સમયથી પહેલા થતો મૃત્યુદર વધીને દર વર્ષે 60 લાખ થવાનું અનુમાન છે.

વિશ્વમાં કેન્સર એક એવી બીમારી છે, જેમાં સૌથી વધુ લોકોના મોત થાય છે. કેન્સર એક ખતરનાક બીમારી છે. આ શરીરના કોષોમાં સૌથી ઝડપથી ફેલાતો રોગ છે. ક્ષતિગ્રસ્ત કોષોની પેશીઓ સુધી ફેલાય ત્યારે આ જીવલેશ સાબિત થાય છે.

અમદાવાદમાં વિશ્વ કેન્સર દિવસને લઈ અવેરનેસ કેમ્પ કરવામાં આવશે

ચા પીવાથી ઓછો થાય છે કેન્સરનો ખતરો

અમેરિકાની એક વિશ્વ વિદ્યાલયમાં થયેલી શોધ અનુસાર ખાસ કરીને કાળી અને લીલી ચા પીવાથી કેન્સરનો ખતરો ઓછો થાય છે. કારણ કે, તેમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. વિશ્વ વિદ્યાલય સાથે જોડાયેલા શોધકર્તા હસન મુખ્તારે કહ્યું હતું કે, સમગ્ર વિશ્વમાં ચા લોકપ્રિય પીણું છે અને તેમાં સ્વાસ્થ્ય માટે ફાયદાકારક તત્વ હોવાનું સંશોધન થયું છે. ઇન્ડિયન ટી એસોસિએશન દ્વારા શુક્રવારે આયોજીત એક સેમિનારમાં મુખ્તારે કહ્યું કે, લીલી ચામાં કેન્સર નિવારક પ્રભાવ હોવાનું જાણવા મળ્યું છે.

તેમણે કહ્યું કે, ચા માત્ર કેન્સર જ નહીં ડાયાબિટીઝ અને હ્રદય રોગમાં પણ ઉપયોગી છે. વિભિન્ન અભ્યાસોથી સંકેત મળે છે કે, જે લોકો નિયમિત ચા પીવે છે, તેમનામાં ઘણા પ્રકારના કેન્સરનો ખતરો ઓછો થઈ જાય છે. તેમણે કહ્યું કે, તેનું કારણ છે કે ચામાં એન્ટી આક્સીડેન્ટ તત્વની હાજરી છે. જે માનવ શરીરમાં કેન્સર ઉત્પન્ન કરનારી કોશિકાઓને અટકાવે છે.

અમદાવાદમાં વિશ્વ કેન્સર દિવસને લઈ અવેરનેસ કેમ્પ કરવામાં આવશે

કેન્સરના જાણીતા ડૉકટરે જણાવ્યું કે, આજના યુગમાં ફાસ્ટ ફૂડ અને જંકફૂડ વધુ ખાવાથી પણ કેન્સર થવાની શક્યતા છે. મોઢું, ગર્ભાશય, મુખ અને સ્તનના કેન્સરનું પ્રમાણ વધુ જોવા મળે છે. યુવાનો ફાસ્ટ ફૂડ અને તીખું ટમટમટું ખાતા હોવાથી અન્નનળીનું કેન્સર થવાની શક્યતા રહે છે. દારૂ અને સિગારેટનું સેવન કરવાથી કેન્સર તથા તમાકુ, ગુટકા, વગેરે વધુ ખાવાથી મોઢાનું કેન્સર થવાની શક્યતા વધે છે.

વર્તમાન સ્થિતિમાં વિશ્વમાં દર વર્ષે 76 લાખ લોકોના મૃત્યુ કેન્સરના કારણે થાય છે. જેમાંથી 40 લાખ લોકોના મૃત્યુ સમય પહેલાં થાય છે. જેથી આ બીમારી અંગે જાગૃતતા વધારવી પડશે. વર્ષ 2025 સુધીમાં કેન્સરના કારણે સમય પહેલા મૃત્યુ પામનારા લોકોની સંખ્યામાં 60 લાખનો વધારો થવાની સંભાવના છે. જો 2025 સુધીમાં કેન્સરના કારણે સમય પહેલાં મૃત્યુમાં 25 ટકા ધટાડાનું લક્ષ્ય નક્કી કરવામાં આવે, તો દર વર્ષે 15 લાખ લોકોનો જીવ બચી શકે છે.

ABOUT THE AUTHOR

...view details