ગુજરાત

gujarat

ETV Bharat / city

બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા - અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી

અમદાવાદ સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ 2008 (Ahmedabad serial blast 2008 )માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અને અને હાલ પોલીસ વડા આશિષ ભાટિયાએ તપાસ બાબતે Etv Bharat સાથે ખાસ વાત ચિત કરી હતી.

બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા
બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા

By

Published : Feb 18, 2022, 5:40 PM IST

ગાંધીનગર: અમદાવાદ શહેરમાં વર્ષ 2008માં થયેલ સિરિયલ બ્લાસ્ટ (Ahmedabad serial blast 2008 )માં અમદાવાદ સ્પેશિયલ કોર્ટ દ્વારા આજે 38 આરોપીઓને ફાંસીની સજા આપી છે, જ્યારે 11 આરોપીઓને આજીવન કેદની સજા આપવામાં આવી છે, ત્યારે સમગ્ર બાબતે સિરિયલ બૉમ્બ બ્લાસ્ટ 2008માં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જેસીપી અને અને હાલ પોલીસ વડા આશિષ ભાટિયાએ તપાસ બાબતે Etv Bharat સાથે ખાસ વાત ચિત કરી હતી.

બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા: DGP આશિષ ભાટિયા

બ્લાસ્ટ સમયે મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી સતત મોનિટરીગ કરતા

સમગ્ર તપાસ બાબતે રાજ્યના ડીજીપી આશિષ ભાટિયા (Ashish bhatia on serial blast)એ જણાવ્યું હતું કે, અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટના કોલ શરૂ થયા ત્યારથી જ ક્રાઈમ બ્રાંચમાં ટીમ ઉપલબ્ધ હતી, પરંતુ કેસ મોટો હતો તેથી અન્ય જિલ્લાઓમાંથી પણ સારા અધિકારીઓને ટીમમાં શામેલ કરવામાં આવ્યા હતા. વર્ષ 2008માં ગુજરાતના મુખ્યપ્રધાન અને હાલમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Modi in serial blast)એ પણ સહકાર આપતા કહ્યુ કે, તપાસ માટે જે અધિકારીઓ જોઈએ તે તમે સિલેક્ટ કરી શકો છો. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે ગાડી અને સાધનસામગ્રીની વ્યવસ્થા પણ પૂર્ણ કરી હતી. નરેન્દ્ર મોદી અને રાજ્ય ગૃહપ્રધાન અમિત શાહ સતત કેસનું મોનીટરિંગ કરી રહ્યા હતા.

પ્રથમ કોલ બાદ તમામ જગ્યાએથી બ્લાસ્ટના મેસેજ મળતા રહ્યા

અમદાવાદ શહેરમાંથી સૌપ્રથમ વખત કોલ (Serial blast first call)નારોલ બ્લાસ્ટનો આવ્યો હતો પરંતુ ત્યારબાદ સતત અનેક વિસ્તારોમાંથી ફોન આવી રહ્યા હતા ત્યારે અમે સમજી ગયા કે આ સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો મામલો છે. અમે ક્રાઈમ બ્રાંચમાં 6 ટીમ તૈયાર કરી હતી અને તમામ ટીમો ઇન્વેસ્ટિગેશનમાં લાગી ગઈ હતી. જેમાં સ્થળ વિઝીટ કર્યા બાદ તમામ અધિકારીઓએ તપાસ શરૂ કરી હતી.

આ પણ વાંચો :kejriwal khalistan row: બે સૌથી મોટી રાજકીય પાર્ટીઓએ દેશની સુરક્ષાની મજાક ઉડાવી

5 ઓફિસરોની અલગ ટીમ

5 ઓફિસરની અલગ-અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આ ઉપરાંત આરોપીઓને પકડવા માટે અલગ ટીમ તૈયાર કરાઈ હતી. ઇન્વેસ્ટિગેશન માટેની અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. સાથે જ ટેકનીકલ સપોર્ટ માટે પણ એક અલગ ટીમ તૈયાર કરવામાં આવી હતી. આમ અલગ અલગ ત્રણ પ્રકારની ટીમ તૈયાર કરવામાં આવી હતી..

આ પણ વાંચો :14 વર્ષની લાંબી કાયદાકીય લડત બાદ આજના ચુકાદાથી ખુશ છું: રાજેન્દ્ર અસારી

વકીલોને અભિનંદન

સુરત અને અમદાવાદમાં કુલ 35 જેટલા કેસો ભેગા કરીને એક કેસ તૈયાર કરવામાં આવ્યો હતો. જેમાં 500થી વધુ ચાર્જશીટ મૂકવામાં આવી હતી. આ કેસ ખૂબ જ મોટો હતો. આ ઉપરાંત સરકારી વકીલો દ્વારા ખૂબ જ મહેનત કરી અને લાંબા સમય સુધી લડત આપી છે, ત્યારે નામદાર કોર્ટ દ્વારા આઠ તારીખે ચુકાદો આપવામાં આવ્યો ત્યારબાદ આજે સજા સંભળાવવામાં આવી છે, જ્યારે આ એક ખૂબ જ મોટો કેસ હતો.

ABOUT THE AUTHOR

...view details