ગુજરાત

gujarat

ETV Bharat / city

Ahmedabad Looteri Dulhan: લૂટેરી દુલ્હન લગ્નના દસમાં દિવસે જ રફુચક્કર થઈ જતા યુવકે કરી આત્મહત્યા - અમદાવાદમાં ક્રાઈમ કેસ

અમદાવાદમાં બારેજાના યુવક સાથે લગ્ન કરી દુલ્હન દસમાં દિવસે સોના દાગીના લઈને રફુચક્કર થતાં યુવકે આત્મહત્યા (Ahmedabad Looteri Dulhan) કરી લીધાનો બનાવ સામે આવ્યો છે. જો કે, મૃતક યુવકના ઘરેથી સુસાઇડ નોટ મળી આવી છે. તેમજ પોલીસે પણે ફરિયાદ નોંધી બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી અન્યની શોધખોળ હાથ ધરી છે.

Suicide Case in Ahmedabad : દુલ્હન રાણી દસમાં દિવસે રફુચક્કર થતાં યુવકે કરી આત્મહત્યા
Suicide Case in Ahmedabad : દુલ્હન રાણી દસમાં દિવસે રફુચક્કર થતાં યુવકે કરી આત્મહત્યા

By

Published : Mar 29, 2022, 1:39 PM IST

અમદાવાદ :અમદાવાદમાં બારેજાના યુવકે આત્મહત્યા (Ahmedabad Looteri Dulhan) કરી લેવાના કેસમાં નવો ખુલાસો થયો છે. લગ્નના દસ દિવસમાં દુલ્હન સોના દાગીના લઈ ફરાર થતા યુવકે આત્મહત્યા કરી હતી. જેમાં મૃતક યુવકના ઘરેથી સુસાઇડ નોટ મળી આવી છે. જેને લઈ અસલાલી પોલીસે આઠ લોકો વિરુદ્ધ દુષ્પ્રેરણા ફરિયાદ નોંધી પોલીસે બે મહિલા સહિત પાંચની ધરપકડ કરી છે. જયારે દુલ્હન અને તેની માતાની શોધખોળ શરૂ કરી.

દુલ્હન રાણી દસમાં દિવસે રફુચક્કર થતાં યુવકે કરી આત્મહત્યા

અંતિમ ચિઠ્ઠી લખીને ઝેરી દવા પીધી - પોલીસ કસ્ટડીમાં જોવા મળતા આ આરોપીઓ આશા, રાજુ, અશ્વિન, મુકેશ અને સુફીયાના છે. આરોપીઓએ દુલ્હન સાથે બારેજાના યુવકના લગ્ન કરાવ્યા અને લગ્નના દસ દિવસમા દુલ્હન ફરાર થઈ જતા યુવકે આત્મહત્યા કરી લીધાની ઘટના સામે આવી હતી. બારેજામાં રહેતા હિતેશ સોલંકી વલસાડના રાજુ અને આશાના સંપર્કમા આવ્યો હતો. આ આરોપીએ દોઢ લાખ રૂપિયા લઈને મુંબઈના રાણી નામની યુવતી સાથે લગ્ન કરાવ્યા હતા. આ રાણી લૂંટેરી દુલ્હન (Bride Fled with Gold In Ahmedabad) નીકળી. લગ્નના દસમાં દિવસે દાગીના અને કિંમતી વસ્તુઓ લઈને માતા સાથે રફુચક્કર થઈ ગઈ હતી.

આ પણ વાંચો :Surat Suicide Case: હોટેલના માલિક સાથે પ્રેમ સંબંધમાં રીસેપ્શનીસ્ટએ આત્મહત્યાનું પગલું ભર્યું

મૃતકના ચાર લગ્ન થયા હતા - જ્યારે મૃતક હિતેશ સોંલકીના અગાઉ ચાર લગ્ન થયા હતા. પરંતુ ચારેયમાં નિષ્ફળ રહ્યો હતો. 27 વર્ષનો હિતેશ પોતાના લગ્ન જીવન સુખીથી જીવવા માંગતો હતો. આરોપી રાજેશ અને આશાના લગ્ન માટે સંપર્ક થયો હતો. આ બન્ને મુંબઈની યુવતીના બેન બનેવી બનીને મળ્યા હતા. યુવતીના માતા-પિતા નહિ હોવાનું કઈને તેની સાથે લગ્ન કરાવ્યા હતા. આ યુવતી સાથે લગ્ન કર્યા બાદ 10 દિવસમાં દાગીના (Looted Bride in Ahmedabad) લઈને ફરાર થઈ ગઈ છે. રાણી અને તેની માતા પણ આ છેતરપિંડીમાં સામેલ હોવાનું ખુલ્યુ હતુ. જે અસલાલી પોલીસે આરોપીની ધરપકડ કરીને મુંબઈની (Crime Case in Ahmedabad) યુવતી અને તેની માતાની શોધખોળ શરૂ કરી છે.

આ પણ વાંચો :Suicide In Surat: સુરતમાં મહિલાની આત્મહત્યા,ત્રણ મહિનાનું બાળક બન્યું માતાવિહોણું

સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો - મૃતક યુવક હિતેશે સુસાઇડ નોટમાં ઉલ્લેખ કર્યો છે કે, લગ્નના દસ દિવસ બાદ દુલ્હન રાણી ફોન કરીને પરત બોલવાનું કહેતા તેણે નાત જાતનો ભેદ કરી પરત ન આવવાનું કહ્યું. જે બાદ મૃતક હિતેશને મનમાં લાગી આવતા આત્મહત્યા કરી લીધી હતી. જો કે લૂંટેરી દુલ્હને અનેક લગ્ન ઇચ્છુક યુવાનોની જીંદગી બરબાદ કરી દીધી છે. આ ગંભીર ઘટનાને લઈને અસલાલી પોલીસે જુદી જુદી ટીમો બનાવીને ફરાર આરોપીની (Aslali police) શોધખોળ શરૂ કરી છે. જ્યારે પકડાયેલા આરોપીએ અન્ય કોઈ વ્યક્તિ સાથે છેતરપિંડી કરી છે કે નહિ તે મુદ્દે તપાસ શરૂ કરી.

ABOUT THE AUTHOR

...view details