- ત્રીજી લહેરથી પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય એલર્ટ
- પોલીસ કર્મચારીઓમા રોગ પ્રતિકારક ક્ષમકા વધારવા આયુષ મંત્રાલય આયુર્વેદીક ઔષધીઓ આપશે
- અમદાવાદમાં પણ 3000 ટ્રાફિક પોલીસ જવાનને આયુવૈદિક ઔષધીઓથી રોગ પ્રતિકારક શકિત વધારવાને લઈને પોલીસ વિભાગ સક્રીય
અમદાવાદ: કોરોનાની ત્રીજી લહેર (The third wave of the corona) થી પોલીસને સુરક્ષિત રાખવા માટે આયુષ મંત્રાલય (AYUSH Ministry) એલર્ટ થયું છે. પોલીસ કર્મચારીઓમા રોગ પ્રતિકારક ક્ષમકા વધારવા આયુષ મંત્રાલય દ્વારા આયુર્વેદીક ઔષધીઓ આપવામા આવી રહી છે. અમદાવાદમાં પણ 3000 ટ્રાફિક પોલીસ જવાનને આયુવૈદિક ઔષધીઓથી રોગ પ્રતિકારક શકિત વધારવાને લઈને પોલીસ વિભાગ સક્રીય થયુ છે. પોલીસ જવાનોએ વેક્સિન લીધી છે પરંતુ ત્રીજી લહેરમા વેક્સિન બાદ પણ અસર થઈ શકે છે. તેવી શક્યતાને લઈને આયુષ મંત્રાલય (AYUSH Ministry) એલર્ટ થઈને પોલીસ વિભાગને અશ્વગંધા ચૂર્ણ ફરજિયાત આપવાનો નિર્ણય કર્યો છે.
આ પણ વાંચો: સુરતમાં ટ્રાફિક પોઇન્ટ પર પોલીસ કર્મી અને TRB જવાન મોબાઈલ પર વાત કરી શકશે નહીં