ગુજરાત

gujarat

ETV Bharat / city

અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો ગાયબ - આશારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં

આશારામ આશ્રમ ફરી વિવાદમાં(Asharam Ashram once again in controversy) આવ્યો છે. જેમાં સગીરા જાતીય શોષણ કરવાના આરોપમાં જેલની સજા ભોગવી રહેલા આશારામનો દેશમાં ભાગ્યેજ એવો કોઈ આશ્રમ હશે જે વિવાદમાં નથી. ત્યારે અમદાવાદના સાબરમતીમાં સ્થિત આશ્રમ(Ashram located in Sabarmati) ફરી વિવાદમાં આવ્યો છે. જેમાં હૈદરાબાદનો 27 વર્ષનો વિજય યાદવ નામનો યુવક ગુમ થયો(Vijay Yadav is missing) છે.

અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો લાપતા
અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો લાપતા

By

Published : Nov 16, 2021, 3:21 PM IST

Updated : Nov 16, 2021, 8:08 PM IST

  • વિજય યાદવ નામનો હૈદરાબાદ નો યુવક આશ્રમમાંથી ગાયબ
  • મિત્રો સાથે શિબિરમાં આવ્યો હતો અમદાવાદ
  • આશારામ આશ્રમ ફરી એકવાર વિવાદમાં

અમદાવાદ : વિજય યાદવ નામનો યુવક મિત્રો સાથે સાબરમતી સ્થિત આશ્રમમાં શિબિરમાં(Ashram located in Sabarmati) આવ્યો હતો. ત્યારબાદ તે જોધપુર શિબિરમાં પણ ગયો હતો અને ત્યારબાદ તે અમદાવાદ આશ્રમ(Ahmedabad Ashram)માં પરત ફર્યો હતો. ત્યારે છેલ્લા એક અઠવાડિયાથી યુવકનો કોઈ પતો નથી તેનો ફોન પણ સ્વિચ ઓફ આવે છે ત્યારે યુવકને શોધવા તેનો ભાઈ અને તેના મામા અમદાવાદ આશ્રમ ખાતે આવી પહોંચ્યા હતા.

અમદાવાદમાં આવેલ આસારામના આશ્રમ માંથી યુવક થયો લાપતા

11 તારીખના CCTV ફુટેજ ગાયબ

આ બાબતે વિજયના પરિવારે ETV Bharat સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આશ્રમમાં તપાસ કરતા તે આવ્યો એની એન્ટ્રી દેખાય છે પરંતુ તે પરત ફર્યો તેની એન્ટ્રી દેખાતી નથી એટલે કે આશ્રમમાંથી યુવક ક્યાં ગયો તે એક પ્રશ્ન છે. ત્યારે CCTV ફુટેજ ચેક કરતા 11 તારીખના ફૂટેજ ગાયબ છે. ત્યારે આશ્રમ દ્વારા પણ પરિવારને યોગ્ય જવાબ આપવામાં આવ્યો નથી. ત્યારે યાદવ પરિવાર પેહલાથીજ હૈદરાબાદમાં રહે છે અને વિજય છેલ્લા દોઢ વર્ષથી હૈદરાબાદ આશ્રમમાં જતો હતો.

પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી

હાલમાં આ ઘટના બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવામાં આવી છે જ્યારે વિજયના ભાઈ અને તેના મામાનું નિવેદન લઈને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત પોલીસની એક ટિમ આશ્રમમાં તપાસ કરી રહી છે. ત્યારે હાલ તો સમગ્ર શંકા આશ્રમ પર સેવાઇ રહી છે. પરંતુ પોલીસ તપાસ બાદ જ સત્ય શું છે તે જાણવા મળશે.

આ પણ વાંચો : વડોદરા સામુહિક દુષ્કર્મ અને આત્મહત્યા કેસઃ મૃતક યુવતી CCTV ફૂટેજમાં સુરત બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશન પર આવતી દેખાઈ

આ પણ વાંચો : સુરત મનપાના ડેપ્યુટી આરોગ્ય કમિશ્નરે નોનવેજની લારીઓ હટાવવાં બાબતે શું આપ્યું નિવેદન જાણો...

Last Updated : Nov 16, 2021, 8:08 PM IST

ABOUT THE AUTHOR

...view details