ગુજરાત

gujarat

ETV Bharat / city

"મારા પતિ પાસે માત્ર 24 કલાક છે, પ્લીઝ મને IVF માટે મંજૂરી આપો" - permission for IVF in the High Court

ગુજરાત હાઇકોર્ટમાં આજે એક વિશેષ પ્રકારનો કેસ સુનાવણી માટે આવ્યો હતો. અરજદારના પતિને કોરોના પોઝિટિવ આવતા તેમના બચવાની આશા ડોક્ટરોએ છોડી દીધી છે. એવામાં અરજદારે IVF સિસ્ટમથી બેબી પ્લાન્ટ કરવા નામદાર હાઇકોર્ટમાં અરજી કરી હતી. ડોક્ટરે દર્દી પાસે 24 કલાક જ હોવાનું જણાવતા કોર્ટે દર્દીના સ્પર્મ લેવા માટે અનુમતિ તો આપી દીધી છે, પરંતુ આગામી સુનાવણી ન થાય ત્યાં સુધી તેને પ્લાન્ટ ન કરવાનો ઓર્ડર કર્યો હતો.

IVF
IVF

By

Published : Jul 20, 2021, 8:15 PM IST

  • તબીબે પતિ પાસે જીવવાના વધુ 24 કલાક જ હોવાનું કહેતા પત્નીએ હાઇકોર્ટમાં કરી અરજી
  • IVF માટે પતિના સ્પર્મ લેવા માટેની મંજૂરી લેવા માટે કોર્ટમાં દાખલ કરાઈ અરજી
  • કોર્ટે સ્પર્મ કલેક્ટ કરવાની આપી મંજૂરી, પરંતુ આગામી સુનવણી સુધી પ્લાન્ટ નહી કરી શકાય

અમદાવાદ : શહેરના એક મહિલા અસ્મિતાબેન(નામ બદલ્યુ છે)ના લગ્ન વર્ષ 2020ના ઓક્ટોબર મહિનામાં થયા હતા. કોરોના મહામારીની બીજી લહેરમાં તેમના પતિ સુરેશભાઈ(નામ બદલ્યું છે) નો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સુરેશભાઈને કોરોના એ હદે વધી ગયો કે તેમના મલ્ટીપલ ઓર્ગન ફેલ થઈ ગયા અને ડોકટરે તેમના બચવાની આશાઓ છોડી દીધી છે. આ સંજોગોમાં અસ્મિતાબેને તેમના સંબધોની નિશાની રાખવા IVF ટેકનોલોજીના માધ્યમથી બાળક રાખવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. સુરેશભાઈ મરણપથારીએ હોવાથી ડોક્ટરે આ માટે તેમને કોર્ટની મંજૂરી લેવા જણાવ્યું હતું. આ પરિસ્થિતિમાં અસ્મિતાબેન કોર્ટના શરણે આવ્યા હતા.

જાણો શું કહે છે એડવોકેટ નિલય પટેલ

IVF માટે ડોકટરોની શું રહી મજબૂરી?

IVF કરવા માટે બંને પક્ષની મંજૂરી અનિવાર્ય છે, પરંતુ સુરેશભાઈ છેલ્લા ઘણા સમયથી સભાન અવસ્થામાં ન હોવાથી ડોનર તરીકે તેમની મંજૂરી આપી શકે તેમ ન હતું. જેથી હોસ્પિટલના તબીબોએ તેમના પત્નીને કોર્ટમાંથી મંજૂરી લાવવા કહ્યું હતું. પરિણામે અસ્મિતાબેને આજે મંગળવારે કોર્ટમાં આ માટેની મંજૂરી માગી હતી. નામદાર હાઈકોર્ટે આ અંગે સુનાવણી હાથ ધરતા 24 કલાકની અંદર દર્દીના સ્પર્મ્સ કલેક્ટ કરી લેવાનો આદેશ કર્યો છે. વધુમાં કોર્ટે ઓર્ડર કર્યો હતો કે, આ સ્પર્મને જ્યાં સુધી આગામી સમયમાં યોજાનારી સુનાવણીમાં આદેશ ન કરે ત્યાં સુધી પ્લાન્ટ ન કરવા.

ABOUT THE AUTHOR

...view details