અમદાવાદ દિલ્હીના મુખ્યપ્રધાન અને આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અત્યારે ગુજરાત પ્રવાસે (arvind kejriwal gujarat visit) છે. ત્યારે અમદાવાદ એરપોર્ટ (ahmedabad airport) પર આવતા વેંત જ કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહાર કર્યા હતા. સાથે જ તેમણે ડ્રગ્સ (drugs seized in gujarat) મામલે ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. તો આજે કેજરીવાલ રિક્ષાચાલકો, વેપારીઓ અને વકીલો સાથે સંવાદ કરશે. સાથે જ ગુજરાતને મહત્વપૂર્ણ ગેરન્ટી પણ (arvind kejriwal guarantee ) આપશે. આ ઉપરાત તેઓ સરકારે કર્મચારીઓને પણ મહત્વની ગેરન્ટી આપે તેવી શક્યતા છે.
ડ્રગ્સ મામલે કર્યા આક્ષેપ AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે (arvind kejriwal gujarat visit) ડ્રગ્સ મામલે જણાવ્યું હતું કે, ગુજરાત તંત્રની મિલીભગત અને મિત્રોને ફાયદો પહોંચાડવા યુવાધનને દાવ પર લગાવવામાં આવ્યું છે. ગુજરાતના એક ચોક્કસ પોર્ટ પર હજારો કરોડો રૂપિયાનું ડ્રગ્સ આવે છે અને ગુજરાતમાંથી પંજાબ અને દેશની વિવિધ જગ્યાઓ પર જાય છે. ગુજરાત એ ડ્રગ્સનું હબ (drugs seized in gujarat) બની ચૂક્યું છે. આટલું ડ્રગ્સ પકડાય છે તેનો અર્થ કે, આવતું કેટલા મોટા પ્રમાણમાં હશે, તંત્ર અને સરકારની મિલીભગતથી જ આ શક્ય બની શકે કે આટલા મોટા પ્રમાણમાં ડ્રગ્સ આવે છે.