- અમદાવાદમાં અસામાજિક તત્વો બન્યા બેફામ
- અસામાજિક તત્વો પોલીસને આપી રહ્યા છે પડકાર
- બાપુનગર બાદ કાગદાપીઠમાં થઈ ફિલ્મી ઢબે લૂંટ
અમદાવાદ :શહેરમાં અસામાજિક તત્વો પૂર્વ વિસ્તારની પોલીસને પડકાર આપી રહ્યા છે તેવું લાગી રહ્યું છે. જેમાં બે દિવસ પહેલા અમરાઈવાડીમા સાંજના સમયે જાહેરમાં યુવકની હત્યા કરનાર આરોપીએ જ લૂંટ કરી હોવાનું પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે, ત્યારે અમદાવાદમાં સોમવારએ કાગડાપીઠ વિસ્તારના વાણિજ્ય ભવનથી કાંકરિયા ઝુ સર્કલ વચ્ચે આ ઘટના બની હતી. બાપુનગરમાં આંગડીયા પેઢીના કર્મચારી પાસેથી 12 લાખ લૂંટવાના 24 કલાકમાં જ બીજી કાગડાપીઠ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રૂપિયા 16.29 લાખની લૂંટની ઘટના પ્રકાશમાં આવી છે.
આ પણ વાંચો:ગંભીર બીમારીથી પીડાઈ રહેલા વિવાને કહ્યું દુનિયાને અલવિદા, 16 કરોડ રૂપિયા એકઠા થાય તે પહેલાં વિદાય થતા હિબકે ચઢ્યું ગુજરાત
અગાઉ યુવકની હત્યા કરનાર શખ્સ જ લૂંટારો નિકળ્યો
મહત્વની બાબત એ છે કે બે દિવસ પહેલા અમરાઇવાડી વિસ્તારમાં એક યુવકને છરીના 20 ઘા મારીને હત્યા કરનાર કુખ્યાત રાજા ઉર્ફે ભાવેશ સોલંકી નામના આરોપીએ અન્ય વ્યક્તિ સાથે મળી આ લુંટ કરી હોવાની વિગતો પ્રાથમિક તપાસમાં સામે આવી છે, ત્યારે પોલીસ દ્વારા ફરિયાદી નિલેશ વૈષ્ણ અને યોગેશ પરમારની પૂછપરછ કરવામાં આવતી અમરાઈવાડી ખાતે આવેલી શ્યામ એજન્સીના આ બન્ને કર્મચારીઓ હોવાનું સામે આવ્યું હતું. જે એજન્સી પાસે ITCની ડીલરશીપ છે જેની રોજ બરોજની રોકડ રકમ કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં વાણિજ્ય ભવન પાસે આવેલી બેન્કમાં જમા કરવા જતા હોય છે. એ દરમિયાન સોમવારે આ બનાવ બનવા પામ્યો હતો, ત્યારે કાગડાપીઠ પોલીસે ફરિયાદ નોંધી તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:દાગીનાની ચોરી કરતી ટોળકીને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી
પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સી દ્વારા તપાસ
આ બનાવની જાણ થતા કાગડાપીઠ, અમરાઈવાડી પોલીસ કાફલો તેમજ ક્રાઈમ બ્રાન્ચ સહિતની એજન્સીઓએ નાકાબંધી કરીને આરોપીને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે, ત્યારે બીજી તરફ ભોગ બનનાર એક યુવક અને ફરિયાદી એક જ વિસ્તારમાં રહેતા હોવાથી એકબીજાથી પરિચિત છે અને તેથી ફરિયાદી સામે પણ શંકા રાખી તપાસ કરાશે, ત્યારે રાજા નામનો આરોપીએ પહેલા અમરાઈવાડીમાં હત્યા કરી પોલીસને પડકાર આપ્યો હતો અને બીજા દિવસે લૂંટ કરી ને પડકાર આપ્યો તો હવે આરોપી પોલીસ ગિરફ્તમાં ક્યારે આવે છે તે જોવું રહ્યું.