- છેતરપિંડી આચરનાર આરોપીની ક્રાઈમ બ્રાન્ચે ધરપકડ કરી
- અડધા રૂપિયા ડિલિવરી પહેલા ઓનલાઈન લઈ લેતો
- ક્રાઈમ બ્રાન્ચે સાગર પ્રજાપતિની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી
અમદાવાદઃરાજ્યમાં રેમડેસીવીર ઇન્જેકશનની અછતના પગલે કેટલાક લોકો તેનો લાભ ઉઠાવી રહ્યા છે અને મને ફાવે તે ભાવે વેચે છે. ત્યારે વધુ એક કિસ્સો આવો જ સામે આવ્યો છે. જેમાં આરોપી કોરોના દર્દીના સગાને વોટ્સઅપ દ્વારા રેમડેસીવીર ઇન્જેકશનની માહિતી આપતો અને તેમને વિશ્વાસમાં લેવા અડધા પૈસા ડિલિવરી પહેલા અને અડધા પૈસા ડિલિવરી બાદ આપવાનું કહેતો હતો. ત્યારે ક્રાઈમ બ્રાન્ચની ટીમે ફરિયાદના આધારે આરોપી સાગર પ્રજાપતિને ઓઢવ ખાતેથી ઝડપી પાડ્યો હતો.
આ પણ વાંચોઃજૂનાગઢના કેશોદમાં રેમડેસીવીર ઈન્જેકશનની કાળા બજારી