- મનપામાં બહારના ઉમેદવારો માટે થયેલી ભરતીને લઈ કોર્ટમાં અરજી
- નવા 10 ઉમેદવારોની થનારી ભરતીમાંથી માત્ર 9 જગ્યા ભરાતા થઈ અરજી
- બાકી રહેલી એક જગ્યા વેઇટિંગ લિસ્ટ મુજબ ભરવા કરાઇ અપીલ
અમદાવાદઃ વર્ષ 2019માં મનપાએ 25 આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશ્નરની ભરતી કરવા જાહેરાત બહાર પાડી હતી. જેમાંથી 15 જગ્યા સીધા મનપાના ઇન્ટરનલ રીતે અને એક્સટર્નલ એટલે કે બહારથી 10 જગ્યાઓ ભરવાની હતી, પરંતુ બન્ને ઇન્ટરનલ અને એક્સટર્નલ જગ્યાઓમાં દરેકમાં 1-1 જગ્યા ખાલી રહેતા વેઇટિંગ લિસ્ટ મુજબ જગ્યા ભરવા માટે એક અરજી અગાઉ અને આજે શુક્રવારે બીજી અરજી ગુજરાત હાઇકોર્ટમાં થઈ છે. આજે શુક્રવારે થયેલી અરજીમાં બહારથી એટલે કે સીધી ભરતીમાં ખાલી પડેલી 1 જગ્યા માટે અરજી થઈ છે.
આ પણ વાંચોઃ ગુજરાત હાઇકોર્ટમાં સુઓમોટો અરજી: કોરોનાની સારવારમાં આયુર્વેદિક દવાનો કોર્સ થાય તેવી માંગણી
કઈ રીતે ખાલી પડી એક જગ્યા?
અરજીમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે, અગાઉ મનપાના અધિકારી દેવેન ભટ્ટે ઇન્ટરનલ અને એક્સટર્નલ ભરતી આમ બન્ને કેટેગરીમાંથી ફોર્મ ભર્યાં હતા. પરિણામ આવતા તેમને ઇન્ટર્નલ જગ્યામાંથી પસંદગી લેતા સીધી ભરતીની જગ્યા ખાલી પડી છે. આમ 10માંથી માત્ર 9 જ જગ્યા ભરાતા એક જગ્યા વેઇટિંગ લિસ્ટ પ્રમાણે ભરવા નામદાર હાઇકોર્ટ આદેશ કરે તે માટે અરજી કરવામાં આવી છે.