- રાત્રિ દરમિયાન ખોખરા વિસ્તારમાં યોજાયો વેકસીન કેમ્પ
- રૈનબસેરા ખાતે મજૂરો માટે ખાસ કેમ્પ યોજાયો
- મેયર સહિત પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યાં
અમદાવાદઃ કોર્પોરેશનની વેક્સીનેશન ડ્રાઈવના આ કાર્યક્રમમાં 75થી વધુ લોકોને વેક્સિન આપવામાં આવી હતી. જેમાં અમદાવાદના મેયર શ્રી કિરીટભાઇ પરમાર, મણિનગર વિધાનસભાના ધારાસભ્ય સુરેશભાઇ પટેલ સાથે સ્ટે.કમિટીના ચેરમેન હિતેશ બારોટ હાજાર રહ્યાં હતાં.
આધારકાર્ડ ન હોય તો પણ વેક્સીનેશન
જ્યારે આ વેક્સીનેશનમાં જે શ્રમિક પાસે આધારકાર્ડ નહીં હોય તેવા લોકોને પણ વેકસીન આપવામાં આવશે. જ્યારે આવા લોકોને સ્પેશિયલ કેસમાં વેક્સીન આપશે. જ્યારે હાલમાં તો જેમની પાસે આધારકાર્ડ છે તેવા લોકોને વેકસીન આપવામાં આવે છે. શ્રમિકો દિવસ દરમિયાન મજૂરી કરીને રાત્રે પરત ફરતાં હોય છે એટલે એ લોકોનો રોજગારીનો દિવસ ન પડે તે માટે આ રાત્રિ વેક્સીનેશન ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું છે.